Not Set/ અમદાવાદમાં ગુનાખોરી બેફામ , જમાલપુર અને સેટેલાઈટમાં બની મારામારીની ઘટના

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અનેક નાના-મોટા શહેરોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. અમદાવાદમાં નાઈટ કર્ફ્યુ યથાવત છે ત્યારે કર્ફ્યુ દરમિયાન પણ અસામાજિક તત્વો છાકટા બન્યા છે. સામાન્ય મુદ્દે નિદોષ અને ભોળી ભાળી પ્રજા સાથે મારમારી કરી રહ્યા છે. અમદાવાદમાં ગઈ કાલે બે જુદી જુદી મારામારીની ઘટના બની હતી. જેમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન પ્રથમ ઘટના મસાલા […]

Ahmedabad Gujarat
crime scene yellow tape 89224 1631 અમદાવાદમાં ગુનાખોરી બેફામ , જમાલપુર અને સેટેલાઈટમાં બની મારામારીની ઘટના

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અનેક નાના-મોટા શહેરોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. અમદાવાદમાં નાઈટ કર્ફ્યુ યથાવત છે ત્યારે કર્ફ્યુ દરમિયાન પણ અસામાજિક તત્વો છાકટા બન્યા છે. સામાન્ય મુદ્દે નિદોષ અને ભોળી ભાળી પ્રજા સાથે મારમારી કરી રહ્યા છે. અમદાવાદમાં ગઈ કાલે બે જુદી જુદી મારામારીની ઘટના બની હતી. જેમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન પ્રથમ ઘટના મસાલા માટે મારામારી થઇ હતી. શહેરના સેટેલાઈટમાં મોડી રાતે ત્રણ યુવકોએ ગલ્લે આવીને મસાલા માગ્યો હતો, પરંતુ યુવકે મસાલો આપવાની ના પાડતા ત્રણેયે તેને શર્ટનો કોલર પકડીને લાકડીથી માર માર્યો હતો. જોકે આસપાસના લોકો ભેગાં થતાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા.

સેટેલાઈટ શ્રેયસ ટેકરા રાજીવનગર-1માં રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ પરમાર(41) ઘરથી થોડે દૂર પાન-મસાલાનો ગલ્લો ધરાવે છે. જોકે રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી 15 દિવસથી પાનના ગલ્લા બંધ કરાવ્યા હોવાથી મુકેશનો ગલ્લો પણ બંધ હતો.

દરમિયાન મુકેશ રાતના સમયે ઘર આગળ ખાટલા પર સૂતો હતો. ત્યારે રાજીવનગરમાં રહેતા દલો ચૌધરી, કેતન અને હર્ષ એક્ટિવા લઈને મુકેશ પાસે આવ્યા હતા. તે સમયે કર્ફ્યૂનો અમલ શરૂ થઇ ગયો હતો. તેમ છતાં દલાએ મુકેશ પાસે મસાલા માગતાં મુકેશે કહ્યું કે 15 દિવસથી ગલ્લો બંધ છે એટલે મસાલા નહીં મળે.

જયારે બીજી ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બની હતી. જેમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન જમાલપુરના મોટા બમ્બા પાસે ઈરફાનભાઈ ગુલ્લી વાળા ઉભા હતા ત્યારે તેમના જ વિસ્તારના બે ઈસમો જેમનું અબરાર પઠાણ અને સોહેલ પઠાણ છે તેઓ બંને જણા તેમની પાસે આવ્યા હતા. અને રૂપિયાની લેતીદેતી મામલે ઇરફાન ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. બને ઈસમોએ પોતાના મગજ ઉપર કાબુ ગુમાવી દઈને તેમને પોતાની પાસે રહેલી છરી કાઢીને ઈરફાન ભાઈના માથામાં મારી દીધી હતી. માથામાં એકાએક ધારધાર છરી વાગતા ઈરફાન ભાઈ લોહીલુહાણ થયા હતા. આસપાસના હાજર લોકોએ તેમને તાત્કાલિક હોસ્પ્ટિલમાં ખસેડયા હતા. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે બંને ઈસમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.