મોટા સમાચાર/ પોલીસકર્મીઓ ચેતીજાજો, ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ DGP વિકાસ સહાયે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો છે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 160 પોલીસકર્મીઓ ચેતીજાજો, ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ DGP વિકાસ સહાયે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો છે. ગઈકાલે તેમણે પોલીસ જવાનો માટે સોશિયલ મીડિયા અંગે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પોલીસકર્મચારી વર્દીમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રોસ્ટ કરી શકશે નહીં.

DGP વિકાસ સહાયે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વાહન અધિનિયમની જુદી જુદી કલમોની જોગવાઈઓ મુજબ અમલવારી જનતા પાસે કરાવવામાં આવે છે તે મુજબના નિયમોનું પાલન તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પણ કરવાનું રહેશે.

qTKRw3KC5PX7yZ7PXQZ1PLRZoeFehUrVCIewlX93 પોલીસકર્મીઓ ચેતીજાજો, ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

ડીજીપીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ યુનિફોર્મમાં હોય તે દરમિયાન ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ કર્યો છે. તો સાથે સાથે એક વાહન પર ત્રણ સવાર ન જવા પણ સૂચના આપવામાં આવી છે. ડીજીપી એ વધુમાં જણાવ્યું છે કે ગાડીમાં સીટબેલ્ટ સહિતના નિયમોનું પણ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તો સાથે સાથે, પોલીસ કર્મીઓની કારમાં રહેલી બ્લેક ફિલ્મ દુર કરવા પણ કહેવામાં આવ્યું છે. પોલીસ લાઈન અને પોલીસ મથકમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ  પોલીસ કચેરીમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો