Not Set/ કૃણાલ પંડ્યાનો ડેબ્યૂમાં ધમાકો, વર્લ્ડ રેકોર્ડ બનાવતા હાર્દિક થયો ઇમોશનલ, કૃણાલની આંખમાંથી સરી પડ્યા આંસૂ

કૃણાલે ડેબ્યૂ મેચમાં ઇતિહાસ બનાવતા સૌથી ઝડપી અર્ધશતક બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડની સામે પ્રથમ વન-ડેમાં આ સિમાચિહ્ન હાંસલ કર્યું છે.

Top Stories Sports
કૃણાલ પંડ્યાનો ડેબ્યૂમાં ધમાકો, વર્લ્ડ રેકોર્ડ બનાવતા હાર્દિક થયો ઇમોશનલ, કૃણાલની આંખમાંથી સરી પડ્યા આંસૂ

ગુજરાતની શાન એવા પંડ્યા ભાઇઓમાના એક એવા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનું આજે વન-ડેમાં ધમાકેદાર ડેબ્યૂ થયું છે. કૃણાલે ડેબ્યૂ મેચમાં ઇતિહાસ બનાવતા સૌથી ઝડપી અર્ધશતક બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડની સામે પ્રથમ વન-ડેમાં આ સિમાચિહ્ન હાંસલ કર્યું છે.

આજે પૂણેમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને વન-ડેમાં હરાવવા માટે મેદાનમાં ઉતરી હતી. ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ આજે ટીમ ઇન્ડિયાએ 50 ઓવરનાં અંતે પાંચ વિકેટના નુક્સાને 317 રન બનાવી લીધા છે. આજની ડેબ્યૂ મેચમાં ક્રૃણાલ પંડ્યાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી.

ક્રૃણાલ પંડ્યાના ધમાકેદાર બેટિંગ પછી તેના ભાઇ હાર્દિક પંડ્યાએ તેને ગળે લગાવી લીધો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મેચમાં ક્રૃણાલ પંડ્યાને તેના ભાઇ હાર્દિક પંડ્યાએ વન-ડે કૈપ આપી, જેના પછી બંન્ને ભાઇ ભાવુક થઇ ગયા હતા. BCCIએ પણ હાર્દિક પંડ્યા અને ક્રૃણાલ પંડ્યાની આ ભાવુક ક્ષણની તસવીર અને વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

આજની વન-ડે મેચમાં ક્રૃણાલ પંડ્યાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી અને 31 બોલમાં 58 રન બનાવ્યા હતા જેમા 7 ચોગ્ગા અને 2 સિક્સર પણ સામેલ છે. ડેબ્યુ મેચમાં 26 બોલમાં હાફ સેન્ચ્યુરી ફટકારીને ક્રૃણાલે રેકોર્ડ બનાવ્યો છે. જોકે પેવેલિયનમાં બેસીને ભાઇની ધમાકેદાર બેટિંગ જોયા બાદ હાર્દિક પંડ્યા ભાવુક થઇ ગયો હતો અને મેચ બાદ જ્યારે ક્રૃણાલ પેવેલિયન તરફ જઇ રહ્યો હતો તેને આવકારવા હાર્દિક મેદાન તરફ આવી રહ્યો હતો અને ભાઇને જોઇ રડી પડ્યો હતો.