નિપાહ વાયરસ/ ચામાચીડિયા દ્વારા ફેલાય છે નિપાહ વાયરસ? કેરળમાં બે જાતિઓમાં એન્ટિબોડીઝ મળી

નિપાહ વાયરસની એન્ટિબોડીઝ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) દ્વારા ચામાચીડિયાની બે પ્રજાતિઓના નમૂનાઓમાં મળી આવ્યા છે

Top Stories
કેરળમાં ચામાચીડિયા દ્વારા ફેલાય છે નિપાહ વાયરસ? કેરળમાં બે જાતિઓમાં એન્ટિબોડીઝ મળી

કેરળમાં નિપાહ વાયરસના ફેલાવા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે બુધવારે જણાવ્યું હતું કે, નિપાહ વાયરસની એન્ટિબોડીઝ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) દ્વારા ચામાચીડિયાની બે પ્રજાતિઓના નમૂનાઓમાં મળી આવ્યા છે.દહેશત ઉભી થઇ છે કે આ જીવલેણ રોગ ચામાચીડિયા દ્વારા ફેલાય છે.

મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે એનઆઈવી પુણેએ કોઝીકોડમાંથી વિવિધ બેટ પ્રજાતિઓના નમૂનાઓ એકત્ર કર્યા હતા જ્યાં આ વર્ષે નિપાહ ચેપનો કેસ નોંધાયો હતો. આ કેસમાં 12 વર્ષના બાળકને ચેપ લાગ્યો હતો અને 5 સપ્ટેમ્બરે તેનું મોત થયું હતું.

તેમણે કહ્યું કે સસ્તન પ્રાણીઓની બે પ્રજાતિઓની તપાસમાં જાણવા મળ્યું કે નિપાહ સામે કામ કરતી ‘આઇજી’ એન્ટિબોડીઝ તેમાં હાજર છે. મંત્રીએ કહ્યું કે બાકીના નમૂનાઓ પણ લેબોરેટરીમાં ચકાસવામાં આવ્યા છે અને પરિણામો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે 4 સપ્ટેમ્બરથી આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર છે, જ્યારે 12 વર્ષનું બાળક નિપાહ વાયરસથી સંક્રમિત જોવા મળ્યું હતું. તેમના ઘરથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યાને ઘેરી લેવામાં આવી હતી અને ડોર ટુ ડોર સર્વેલન્સ અને નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.નિપાહ વાયરસનો પહેલો કેસ 19 મે 2018 ના રોજ કેરળના કોઝિકોડ જિલ્લામાં નોંધાયો હતો. 1 જૂન, 2018 સુધીમાં, 17 મૃત્યુ અને 18 પુષ્ટિ થયેલા કેસ હતા. બાદમાં જૂન 2019 માં કોચીમાંથી નિપાહનો એક નવો કેસ નોંધાયો હતો અને એકમાત્ર દર્દી 23 વર્ષનો વિદ્યાર્થી હતો, જે પાછળથી સ્વસ્થ થયો હતો.