Not Set/ મોરબી : જન્મદિવસની ખુશી મનાવીને ઘરે જતાં નડ્યો અકસ્માત, ઘટના સ્થળે ત્રણનાં મોત

મોરબી, મોરબી વાંકાનેર હાઇવે પર  સીરામીક સિટી નજીક રાતના  બારવાગ્યાની અરસામાં રોડની સાઇડમાં ઉભેલી રિક્ષાને ડમ્પર ટ્રકના ચાલકે હડફેટે  લેતા ગમખ્વાર અકસ્માત  સર્જાયો હતો.જેમાં એક યુવાન, એક બાળક તથા  રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું  જાણવા મળી રહ્યું  છે.એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં […]

Top Stories Gujarat Others
aaaamahi 5 મોરબી : જન્મદિવસની ખુશી મનાવીને ઘરે જતાં નડ્યો અકસ્માત, ઘટના સ્થળે ત્રણનાં મોત

મોરબી,

મોરબી વાંકાનેર હાઇવે પર  સીરામીક સિટી નજીક રાતના  બારવાગ્યાની અરસામાં રોડની સાઇડમાં ઉભેલી રિક્ષાને ડમ્પર ટ્રકના ચાલકે હડફેટે  લેતા ગમખ્વાર અકસ્માત  સર્જાયો હતો.જેમાં એક યુવાન, એક બાળક તથા  રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું  જાણવા મળી રહ્યું  છે.એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતબાદ ડમ્પર ચાલક ડમ્પર ઘટના સ્થળે મૂકીને ફરાર થાય ગયો હતો.

આપને જણાવી દઈએ કે મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર ગામ પાસે આવેલી ફેક્ટરીમાં કામ કરતા આંચલભાઈ અરવિંદભાઈ કુસવાહનો ગઈકાલ જન્મદિવસ હતો જેથી મોરબીના વિશિપરમાં રહેતા તેના બે સંબધી અરુણભાઈ વિરેન્દ્રસિંહ કુસવાહ અને દિવ્યરાજસિંહ વિરેન્દ્રસિંહ કુસવાહ વાળઓ  જન્મદિવસ માટે લાલપર તેની ફેકટરી ગયા હતા અને જન્મદિવસ ઉજવણી બાદ બને ભાઈઓને હાઇવે પર અચલભાઈ મુકવા માટે રાત્રે આવ્યો હતો.

જણાવીએ કે વાંકાનેર તરફથી આવતી એક રિક્ષાને તેઓએ ઉભી રાખી તેમાં બને ભાઈઓ બેઠા ત્યારે અચાનક એક ડમ્પર આવી રીક્ષાને ટક્કર મારી જેમાં રીક્ષા ડ્રાઈવર મહેબૂબભાઈ બાવાશાહ તેમજ, જેનો જન્મદિવસ હતો તે અચલભાઈ અને દિવ્યરાજસિંહ સહિતના ત્રણ મોત નિપજયા હતા અને અરુણભાઈ ગભીર ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અકસ્માતમાં ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી ગયો હતો.

ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસના આઈ.ટી.જામ અને ઋતુરાજસિંહ જાડેજા સહિત સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.