Adani-JPC Demand/ અદાણીના મુદ્દે સંસદમાં વિપક્ષનો જોરદાર હંગામો, જેપીસી રચવાની માંગ

બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષોએ હંગામો મચાવ્યો હતો. અદાણીના મુદ્દે સંસદના બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો.  કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ હિંડનબર્ગ રિપોર્ટને લઈને JPCની રચનાની માંગ કરી છે.

Top Stories India
Adani-JPC Demand
  • વિપક્ષના હંગામાના પગલે સંસદની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત
  • કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ હિંડનબર્ગ રિપોર્ટ અંગે જેપીસીની રચનાની માંગ કરી
  • અદાણીએ હિંડનબર્ગના રિપોર્ટના પગલે શેરોમાં કડાકો બોલતા એફપીઓ રદ કર્યો
  • વિપક્ષે બજેટને અમૃતકાળનું નહી પણ મિત્રકાળનું બજેટ ગણાવ્યું

Adani-JPC Demand સંસદમાં બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષોએ હંગામો મચાવ્યો હતો. અદાણીના મુદ્દે સંસદના બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો.  કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ હિંડનબર્ગ રિપોર્ટને લઈને JPCની રચનાની માંગ કરી છે. હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. Adani-JPC Demand અગાઉ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી એટલે કે બુધવારે સામાન્ય બજેટ 2023-24 રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકાર આજે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરશે.

આઝાદીના 100 વર્ષનો રોડમેપ
કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે સરકારે આઝાદીના 100 વર્ષનો રોડમેપ Adani-JPC Demand તૈયાર કર્યો છે. જે લોકો એમ કહે છે કે આ અમૃત કાલ નથી, મિત્ર કાલનું બજેટ છે, તો તેઓને તેનો અર્થ ખબર નથી અને જો તેઓ મિત્ર કાલના બજેટને પણ સ્વીકારે છે તો તમામ લોકોને ધ્યાનમાં રાખીને બજેટ લાવવામાં આવ્યું છે.

રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોએ હંગામો શરૂ કર્યો હતો. કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

લોકસભા સ્થગિત
લોકસભામાં વિરોધ પક્ષોએ હોબાળો Adani-JPC Demand મચાવ્યો હતો. લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

અદાણીનો મુદ્દો સંસદમાં ગુંજયો
અદાણીના મુદ્દે વિરોધ પક્ષો ગૃહમાં સરકારને ઘેરી છે. સાંસદ સંજય રાઉતે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી સ્ટોક ક્રેશનો મુદ્દો સંસદના બંને ગૃહોમાં પૂરી તાકાતથી ઉઠાવ્યો છે.

પીએમ મોદીની સભા
પીએમ મોદીએ સંસદમાં સરકારની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર, નિર્મલા સીતારમણ, પ્રહલાદ જોશી અને પીયૂષ ગોયલે હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ

Vande Bharat Metro/ વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે: રેલ્વે મંત્રી

Adani FPO Dropped/ “રોકાણકારોનું હિત સર્વોપરી”: FPO પડતો મૂક્યા પછી ગૌતમ અદાણીનું નિવેદન

પક્ષ પલટો/ મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી પહેલા આ નેતા ભાજપમાં થયા સામેલ