હુક્કાબાર/ સુરતના હુક્કાબાર પર પોલીસના દરોડા, લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત

રાણી તળાવ વિસ્તારમાં આવેલ સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાનમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર પોલીસે ઝડપી પાડ્યું હતું

Top Stories Gujarat Surat
સ૧ સુરતના હુક્કાબાર પર પોલીસના દરોડા, લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત
  • નશાકારક પદાર્થોનું વેચાણ કરતાઓ પર પોલીસની બાજનજર
  • લાલગેટ પર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા
  • મોટાપાયે ચાલતા હુક્કાબાર પર પોલીસના દરોડા
  • સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાનમાં દરોડા
  • મોબાઈલ, રોકડ સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજ્યમાં માદક પદાર્થોના વેચાણ સાથે હુક્કાબારનું ચલન પણ વધી રહ્યું છે. યુવાધન યેનકેન પ્રકારે નશાના રવાડે ચઢી રહ્યું છે. ત્યારે સુરત ખાતે પોલીસ દ્વારા હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે.

Untitled.pngર૪ 1 સુરતના હુક્કાબાર પર પોલીસના દરોડા, લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત લાલગેટ પોલીસે બાતમીના આધારે મોટાપાયે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી. પોલીસ દ્વારા રાણી તળાવ વિસ્તારમાં આવેલ સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાન નંબર 8, 9 અને 10માં રેડ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર પોલીસે ઝડપી પાડ્યું હતું. રેડમાં 8 જેટલા નસેળીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ હુક્કા સહિત 5 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રેડમાં અસદ ફિરોજ મનસુરી, ફુરખાન શેખ, નોમાન શેખ, અબરાર મેમણ, વિરલ પટેલ અને મોહમ્મદ ઝૈદ ભરૂજા નામના ઇસમને ઝડપી પાડ્યા છે. પોલીસે તમાકુ, હુક્કો, મોબાઈલ અને રોકડ સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.