Tamilnadu/ તમિલનાડુમાં ભારે વરસાદથી તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ: જુઓ વીડિયો

તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ થૂથુકુડી,તિરૂનેલવેલી, તેનકાસી,કન્યાકુમારી અને રામનાથપુરમનો આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે.

Top Stories India
WhatsApp Image 2023 12 17 at 3.05.24 PM તમિલનાડુમાં ભારે વરસાદથી તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ: જુઓ વીડિયો

તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ થૂથુકુડી,તિરૂનેલવેલી, તેનકાસી,કન્યાકુમારી અને રામનાથપુરમનો આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે તૂતીકોરિન અને તેનકાસી જિલ્લામાં પણ જોરદાર વરસાદ છે. આ ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વ તટીય વિસ્તારો અને મન્નારની ખાડી પર ચક્રવાતી પવનની ચેતવણી આપવામાં આવી છે. IMDની આગાહી અનુસાર, 18 ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરૂનેલવેલી,થૂથુકુડી, રામનાથપુરમ, પુટુકોટ્ટાઈ અને તંજાવુર જિલ્લાઓમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 ડિસેમ્બર તમિલનાડુના કન્યાકુમારી,તિરૂનેલવેલી, થૂથુકુડી અને રામનાથપુરમ જિલ્લામાં એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. 19 ડિસેમ્બર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમના એક-બે જગ્યાઓ પર ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે.

18 ડિસેમ્બર સુધી શ્રીલંકા-તમિલનાડુના દરિયાકાંઠા,મન્નારની ખાડી, કોમોરિન વિસ્તાર સાથે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપ અને 55 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની સંભાવના છે. કેરળ તટ અને લક્ષદ્વીપ વિસ્તારમાં ભારે પવનની શક્યતા છે. IMDની આગાહી બાદ નાગાપટ્ટિનમ જિલ્લાના માછીમારો દરિયામાં ન જવા અને તેમની બોટ માછીમારીની જાળને કિનારે સુરક્ષિત કરી લીધી છે. 25થી વધુ માછીમારોના ગામડાઓમાં 650થી વધુ બોટ અને 3,300 ફાઈબર બોટ દરિયા કિનારે જોવા મળી રહી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: