ગુજરાત/ ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે, કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી : નરેશ પટેલ

ખોડલધામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ હાજર રહેશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લેઉઆ પાટીદારોનો મોટો કાર્યક્રમ હોવાથી રાજકીય આગેવાનો આ તક નહીં છોડે.

Top Stories Gujarat
ગ 1 ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે, કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી : નરેશ પટેલ

ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ હાલ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. ખોડલધામ કાગવડને પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી ૨૧/૦૧/૨૦૨૨ ના રોજ યોજાનાર પંચમ પાટોત્સવ ની ઉજવણી કાર્યક્રમને લઈને તેઓ ગુજરાતના દરેક જિલ્લામાં ભ્રમણ કરી રહ્યા છે. તેમના ભ્રમણ દરમિયાન દક્ષીણ ગુજરાતના પ્રવાસમાં નરેશ પટેલે સમાજના ઉપસ્થિત લોકો સામે હુંકાર ભરતા કહ્યું કે, કોઈ પણ વાવાઝોડું નરેશ પટેલને હલાવી નહિ શકે. રાજકારણ મહત્વનું પાસું છે એને ક્યારે અવગણી ના શકીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે  ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે. કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી.  સમાજ માટે સારા માણસો આવે તેવાને પસંદ કરજો,પણ ખુરસી પર બેસી જાય અને એનું ધ્યાન સમાજ પરથી હલે નહીં તેવાની જરૂર છે. અને એવા માણસોને પસંદ કરીને રાજકારણમાં મોકલવા અપીલ કરી હતી.

નરેશ પટેલે દક્ષિણ ગુજરાતમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને લેઉવા પટેલોને મોટી સંખ્યામાં આગામી પાટોત્સવમાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભલે એક દિવસ કામ-ધંધો બંધ કરવો  પડે તો બંધ કરી દેજો પણ ખોડલધામના આ કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહેજો.

ખોડલધામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ હાજર રહેશે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં લેઉઆ પાટીદારોનો મોટો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો મેદાનમાં છે. નરેશ પટેલના કાર્યક્રમમાં પણ આ વલણ જોવા મળ્યું. આ કાર્યક્રમોમાં કોંગ્રેસ અને આપના નેતાઓએ મોટી સંખ્યામાં હાજરી પણ આપી હતી. નરેશ પટેલની મુલાકાત પણ ઘણા નેતાએ લીધા છે.

Covid death / વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતનો ચોંકાવનારો આંક, HIV, મેલેરિયા અને TBથી થયેલા કુલ મૃત્યુ આંકને છોડ્યો પાછળ 

ફરી કુદરતના ખોળે / કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછાવાળું મત્સ્ય ઘુવડ

પૌરાણિક કથા / જ્યારે માતા દુર્ગાએ એક મામૂલી તણખલા વડે  દેવતાઓનું અભિમાન તોડયું હતું.. 

આસ્થા / સ્ત્રીઓ ક્યારેય નાળિયેર કેમ નથી ફોડતી..?