Not Set/ કચ્છમાં પંચાયતોમાં પછડાટ પછી કોંગ્રેસે ૬ બળવાખોરોના નામ પ્રદેશ કક્ષાએ મોકલ્યા

કચ્છમાં કોંગ્રેસની એક માત્ર સત્તા જ છે જે લખપત તાલુકા પંચયાત ખાતે છે. જયારે વાત કરવામાં આવે તો કચ્છમાં કોંગ્રેસની એક માત્ર લખપત તાલુકા પંચાયતમાં રહેલી સત્તા પણ છિનવાઈ જવા પામી છે છે એવા એંધાણ આવી રહ્યા છે. ત્યારે કોંગેસ પક્ષની નાવડી ડુબાડનારાઓ સામે કાર્યવાહીકરવાનું મન પ્રદેશ સ્તરેથી લેવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ કચ્છ […]

Top Stories Gujarat Others
index 5 કચ્છમાં પંચાયતોમાં પછડાટ પછી કોંગ્રેસે ૬ બળવાખોરોના નામ પ્રદેશ કક્ષાએ મોકલ્યા

કચ્છમાં કોંગ્રેસની એક માત્ર સત્તા જ છે જે લખપત તાલુકા પંચયાત ખાતે છે. જયારે વાત કરવામાં આવે તો કચ્છમાં કોંગ્રેસની એક માત્ર લખપત તાલુકા પંચાયતમાં રહેલી સત્તા પણ છિનવાઈ જવા પામી છે છે એવા એંધાણ આવી રહ્યા છે. ત્યારે કોંગેસ પક્ષની નાવડી ડુબાડનારાઓ સામે કાર્યવાહીકરવાનું મન પ્રદેશ સ્તરેથી લેવાઈ ગયું છે.

મળતી માહિતી મુજબ કચ્છ કોંગ્રેસના ૬ બળવાખોરોના નામ મંડળને મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લાના લખપત તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક હતી પરંતુ તે પણ હવે આ ઘટના બાદ ભાજપને મળી ગઈ છે. પંચાયતોમાં પણ કોંગ્રેસી
સભ્યોએ સત્તા હસ્તક કરવાનો હાથમાં આવતો મોકો છોડી દીધો હતો.

આ ઘટના બાદ કોંગ્રેસી સભ્યોએ પક્ષ સાથે વિશ્વાસઘાત કરેલ છે જેના કારણે તેમના હાથેથી સત્તા છીનવાઈ ગઈ છે. કોંગ્રેસના બળવાખોરોના લીધે ભાજપને સત્તા હસ્તક કરવામાં સરળતા મળી ગઈ છે. કચ્છમાંથી પણ ૬ સભ્યોના નામ પ્રદેશ કક્ષાએ મોકલાયા છે. જેના સામે ગમે ત્યારે પણ કાર્યવાહી થઈ શકે એવી પરિસ્થિતિ બની આવી છે. માંડવીના ૪, અંજાર અને લખપતના ૧-૧
એમ કુલ મળી ૬ સભ્યોની યાદી પ્રદેશ કક્ષાએ મોકલાઈ છે. બળવાખોરો પર કેવી કાર્યવાહી કરવી તે મોવડી મંડળ નક્કી કરશે જેથી કાર્યવાહીના આદેશ આપ્યા બાદ નામ જાહેર કરાશે