Not Set/ અ’વાદ: લગ્નની લાલચ આપીને એરહોસ્ટેસ સાથે અલગ-અલગ જગ્યાએ ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદ, લગ્નની લાલચ આપીને અમદાવાદના નિકોલમાં દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આરોપી મેહુલ પટેલ અને પીડિતા બંન્ને નિકોલ વિસ્તારમાં અને એક જ ફ્લેટમાં રહેતા હતા. છોકરી જ્યારે ધો.11માં ભણતી હતી ત્યારે તે પરિણીત મેહુલના સંપર્કમાં આવી. જેમ જેમ સમયનું ચક્ર ફરવા લાગ્યું તેમ તેમ તેઓ એકબીજાના નજીક આવ્યા લાગ્યા અને તેમની […]

Top Stories Ahmedabad Gujarat
Rape B અ’વાદ: લગ્નની લાલચ આપીને એરહોસ્ટેસ સાથે અલગ-અલગ જગ્યાએ ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદ,

લગ્નની લાલચ આપીને અમદાવાદના નિકોલમાં દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આરોપી મેહુલ પટેલ અને પીડિતા બંન્ને નિકોલ વિસ્તારમાં અને એક જ ફ્લેટમાં રહેતા હતા.

છોકરી જ્યારે ધો.11માં ભણતી હતી ત્યારે તે પરિણીત મેહુલના સંપર્કમાં આવી. જેમ જેમ સમયનું ચક્ર ફરવા લાગ્યું તેમ તેમ તેઓ એકબીજાના નજીક આવ્યા લાગ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમવા લાગી. આ સમયે છોકરી ઉમર 16 વર્ષની હતી.

મેહૂલ છોકરીને લગ્નની લાલચ આપતો હતો કે, તે પોતાની પત્નીને છૂટાછેડા આપી દેશે અને તેની સાથે લગ્ન કરશે આવા ખોટા વચનો કહીને મેહૂલે પીડિતાને પોતાના વિશ્વાસમાં લઈને અવાર નવાર ગેસ્ટ હાઉસમાં લઈ જતો અને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.

પીડિતાને એમ હતું કે એની સાથે જ લગ્ન થશે અને આમ જોત જોતામાં પીડિતા 18 વર્ષની થઇ ગઇ અને લગ્નની વાત ફરીથી આલોપવાનું ચાલું કર્યું હતું. ત્યારે મેહુલે પોતાનુ અસલીરૂપ બતાવ્યું હતું અને યુવતીને ધમકી આપી હતી કે જો તું આ વાત કોઇને કહીશ તો તારી પર એસિડ નાંખી દઇશ. આ છોકરીએ ધોરણ 12 પછી એરહોસ્ટેસનો અભ્યાસ શરૂ કર્યો.

ત્યારબાદ પીડિતાને પોતે છેતરાયા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.