Ahmedabad/ કોરોના વધતા AMC દ્વારા લેવાયો આ મોટો નિર્ણય

દિવાળી અને પેટા ચૂંટણી પછી અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય એમજ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, શહેરમાં સ્થિતિ એવી બની છે કે, જ્યાં હવે હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઈ છે,

Ahmedabad Gujarat
a 214 કોરોના વધતા AMC દ્વારા લેવાયો આ મોટો નિર્ણય

દિવાળી અને પેટા ચૂંટણી પછી અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય એમજ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, શહેરમાં સ્થિતિ એવી બની છે કે, જ્યાં હવે હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઈ છે , ત્યારે આ સંકટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે.

AMC દ્વારા હવે અમદાવાદમાં બગીચા મર્યાદિત સમય સિવાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને ગાર્ડન્સ-પાર્કમાં ભીડ પર અંકુશ મુકવા મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સવાર અને સાંજે માત્ર બે-બે કલાક બગીચા ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે સવારે 7થી 9 વાગ્યા સુધી અને સાંજે 5થી 7 વાગ્યા સુધી જ બગીચા-પાર્ક જાહેર જનતા માટે ખોલવામાં આવશે બાકીના સમયમાં બંધ રહેશે.

આપને જણાવી દઈએ કે, શિયાળામાં સીઝનમાં લોકો મોર્નિંગ કે ઇવનિંગ વોક માટે પણ બહાર નીકળતા હોય છે. પરંતુ AMCના કડક નિયમ ને કારણે હવે શહેરીજનોને ઘરોમાં પુરાવાનો વારો આવી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…