Not Set/ અમદાવાદ : શોપિંગ ફેસ્ટિવલમાં ડિસ્કાઉન્ટ મામલે થયેલા હોબાળા બાદ AMC દ્વારા કરાઈ આ સ્પષ્ટતા

અમદાવાદ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે ગ્રાહકોની ડિસ્કાઉન્ટ મામલે હોબળા બાદ AMCએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, બે દિવસમાં ૧૪૪૦ નાના અને ૨૧ બમ્પર વિજેતા ગ્રાહકોને ઇનામ આપ્યાનો AMCએ દાવો કર્યો હતો. હાલ પણ ગિફ્ટ કુપનને લઈને નાગરીકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શરૂ તો કરવામાં આવ્યો પરંતુ શરૂ થયા બાદ પણ […]

Ahmedabad Top Stories Gujarat Trending
776238 shopping festival 01 અમદાવાદ : શોપિંગ ફેસ્ટિવલમાં ડિસ્કાઉન્ટ મામલે થયેલા હોબાળા બાદ AMC દ્વારા કરાઈ આ સ્પષ્ટતા

અમદાવાદ,

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે ગ્રાહકોની ડિસ્કાઉન્ટ મામલે હોબળા બાદ AMCએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, બે દિવસમાં ૧૪૪૦ નાના અને ૨૧ બમ્પર વિજેતા ગ્રાહકોને ઇનામ આપ્યાનો AMCએ દાવો કર્યો હતો. હાલ પણ ગિફ્ટ કુપનને લઈને નાગરીકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શરૂ તો કરવામાં આવ્યો પરંતુ શરૂ થયા બાદ પણ ખરીદીમાં વળતર મામલે નાગરીકો મૂંઝવણ અનુભવી રહ્યા છે, જે મામલે AMC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. વળતર મામલે ગ્રાહકોએ આપેલા પોતાના મોબાઈલ નંબર પર જે-તે વેપારી કુપન મોકલશે, તે નંબરના આધારે ગ્રાહકોને ઇનામ મેળવી શકાશે.

જો કે કુપન નંબર મેળવવો કોઈ પણ ગ્રાહક માટે ફરજીયાત રહેશે.

ગ્રાહકોને આપવામાં આવનારા ડિસ્કાઉન્ટની સ્પષ્ટતા અંગે કમિશનરે જણાવ્યું, જે દુકાણદારોએ ડિસ્કાઉન્ટ નક્કી કર્યું હશે તે જ મુજબ ડિસ્કાઉન્ટ મળશે. જે દુકાનદાર ડિસ્કાઉન્ટ નહિ આપતા હોય તેને ડિસ્કાઉન્ટ આપવા માટે ફરજ પાડવામાં આવશે. ધાર્યા જેટલો ઘસારો નાગરિકોનો જોવા ન મળતા રાજ્યસરકારના મંત્રીઓ પણ અલગ અલગ સ્થળોએથી શોપિંગ કરીને નાગરીકોને શોપિંગ ફેસ્ટિવલ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.