Not Set/ વર્તમાન બીજેપી સરકારે દેશની અર્થવ્યવસ્થાને બર્બાદ કરી નાખી છે : ડો. મનમોહનસિંહ

દિલ્લી, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા રાજધાની દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે બે દિવસ ચાલનારા ૮૪માં રાષ્ટ્રોય અધિવેશનનો શનિવારે પ્રારંભ થયો હતો. આ અધિવેશનના અંતિમ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહે પણ સંબોધન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા તેઓએ વર્તમાન મોદી સરકાર પર મોટો હુમલો બોલ્યો હતો અને દેશની અર્થવ્યવસ્થા બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. […]

Top Stories
jjj વર્તમાન બીજેપી સરકારે દેશની અર્થવ્યવસ્થાને બર્બાદ કરી નાખી છે : ડો. મનમોહનસિંહ

દિલ્લી,

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા રાજધાની દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે બે દિવસ ચાલનારા ૮૪માં રાષ્ટ્રોય અધિવેશનનો શનિવારે પ્રારંભ થયો હતો. આ અધિવેશનના અંતિમ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહે પણ સંબોધન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા તેઓએ વર્તમાન મોદી સરકાર પર મોટો હુમલો બોલ્યો હતો અને દેશની અર્થવ્યવસ્થા બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પૂર્વ વડાપ્રધાને મોદી સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે,

વર્તમાન બીજેપી સરકારે અર્થવ્યવસ્થાને બર્બાદ કરી નાખી છે. મોદીજી એ ચુંટણી પ્રચારમાં દેશના લોકોને મોટા મોટા વાયદાઓ કર્યાં હતા પરંતુ તેને પુરા કર્યાં નથી.

દર વર્ષે ૨ કરોડથી વધુ રોજગારી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ ૨ લાખ નોકરીઓ પણ આપવામાં નથી.

નોટબંધીની જેમ ખોટી રીતે લાગુ કરવામાં આવેલા એક સમાન કર (જીએસટી)એ રોજગારી મિટાવવાનું કામ કર્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ દિન-પ્રતિદિન વધુ બગડી રહી છે. બોર્ડર  પાર આતંકવાદ પણ વધ્યો છે અને આતંરિક આતંકવાદમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ સમસ્યા દેશના બધા નાગરિકો માટે ચિંતાનો વિષય છે. મોદી સરકાર આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાનું કોઇ સમાધાન શોધી રહી નથી.

જમ્મુ કાશ્મીર એ ભારતનું એક અભિન્ન અંગ છે. પરંતુ આપણે ત્યાની કેટલીક સમસ્યાઓ અંગે સમજવું પડશે અને તેની સામે ગંભીરતાથી આગળ વધુ પડશે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન કે નેપાળની સાથે આપણી સમસ્યાઓ થઇ શકે છે પરંતુ તેમની સાથે વાતચીતથી ઉકેલ લાવી શકાય છે. પાકિસ્તાનની વાત કરીએ આપણે માનવું પડશે કે તે આપણો પાડોશી દેશ છે. તેની સાથે જ આપણે સમજવું પડશે કે આતંકવાદનો રસ્તો તેના માટે યોગ્ય નથી.

ખેડૂતોની આવક ડબલ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ૪ વર્ષમાં હાલત એ પ્રમાણે થઇ ગઈ છે કે દેશમાં ખેતીના વિકાસની ઝડપ રોકાઈ ગઈ છે.

ખેડૂતોની આવક ડબલ કરવા માટે વિકાસ દર ૧૨ ટકા હોવો જોઈએ, જે તાજેતરમાં સંભવ નથી. જેથી આ વાયદો એક આરોપ લાગી રહ્યો છે.

મહત્વનું છે કે, કોંગ્રેસના ૮૪માં અધિવેશનના પહેલા દિવસે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સંબોધન કર્યું હતું અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આજે દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે, લોકોના ભાઈચારાને તોડવાનું કામ કરાઈ રહ્યું છે. જયારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હંમેશા દેશને જોડવાની વાત કરી છે.