વૈશ્વિક મહામારી કોરોના હાલમાં વિશ્વ ભરમાં આતંક ફેલાવી રહી છે. છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી લોકો તેનાથી પરેશાન છે. અને વિશ્વભરના મોટાભાગના દેશોમાં હાલ વેક્સીનેશન પ્રક્રિયા પણ ચાલુ છે. છતાય કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જણાવ્યું હતું કે, તેણે પોતાના નાગરિકો કરતા વિશ્વભરમાં કોરોના રસી વધુ લોકોને પૂરી પાડી છે. ભારતે ચેતવણી આપી હતી કે રસી ઉપલબ્ધતામાં અસમાનતા કોરોના વાયરસ રોગચાળાને નાથવા માટેના સામૂહિક વૈશ્વિક સંકલ્પના પ્રયત્નોને નિષ્ફળ કરી શકે છે. કારણ કે રસીકરણ માં ગરીબ દેશ સૌથી વધુ પાછળ રહી શકે છે. અને તેમને વધુ અસર પણ કરી શકે છે. કોવિડ -19 રસીને સમાન રીતે વૈશ્વિક વપરાશ કરવા અંગેની પહેલ ભારતે કરી છે. અને આવા ઘોષણા પત્ર રજુ કરવા વાળા દેશોમાં ભારત પણ શામેલ છે. આ પહેલને સંયુક્ત રાષ્ટ્રના 180 થી વધુ દેશોનો ટેકો છે.
100 કરોડની વસૂલાત / હાઇકોર્ટના નિવૃત્ત જજ પરમવીરના આક્ષેપોની કરશે તપાસ
યુએનમાં ભારતીય રાજદૂતના નાયબ કાયમી પ્રતિનિધિ નાગરાજ નાયડુએ શુક્રવારે જનરલ એસેમ્બલીની અનૌપચારિક બેઠકમાં કહ્યું હતું કે કોરોના રોગચાળોનો ખતરો હજુ પણ યથાવત છે. વર્ષ ૨૦૨૧ના વર્ષની શરૂઆત વૈશ્વિક સમુદાય દ્વારા સંખ્યાબંધ રસી લાવીને એક સકારાત્મક શરૂઆત કરવામાં આવી છે.
તેમણે કહ્યું, રસી એક પડકાર હતી. જે સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે. હવે આપણે કોરોના રસીની ઉપલબ્ધતા, તેને ખરીદવાની ક્ષમતા, અને વિતરણ વ્યવસ્થા વિગેરેનો સામનો કરીરહ્યા છીએ.
100 ટકા વિમાનનું ઉડ્યન હાલ તો શક્ય નથી.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ શનિવારે કહ્યું હતું કે, “કોરોના વાયરસ અને તેની બીજી લહેરો ના કારણે વધી રહેલા કોરોના કેસોને કારણે એરલાઇન કંપનીઓના 100% કામગીરી હાલ પુરતી શરુ થઇ શકે તેમ નથી. અગાઉ ઉનાળાના પ્રારંભમાં 100 ટકા કામગીરી શરૂ થવાની ધારણા હતી. ઘરેલું ફ્લાઇટ્સ રદ કરવાનો કોઈ સવાલ જ નથી થતો, ઓથોરિટી કોરોના નિયમોનું પાલન ન કરતા લોકો સાથે સખત કાર્યવાહી કરશે.