OMG!/ જ્યારે હવામાં ઉડી રહેલા પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવા લાગ્યો મુસાફર, પછી થયું એવું કે…

શનિવારે દિલ્હીથી વારાણસી જઇ રહેલી ફ્લાઇટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. મુસાફરની આ કૃત્ય બાદ અન્ય મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકાયા હતા.

Top Stories India
A 304 જ્યારે હવામાં ઉડી રહેલા પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવા લાગ્યો મુસાફર, પછી થયું એવું કે...

શનિવારે દિલ્હીથી વારાણસી જઇ રહેલી ફ્લાઇટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. મુસાફરની આ કૃત્ય બાદ અન્ય મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકાયા હતા. ફ્લાઇટમાં 89 મુસાફરો હતા. બધા દિલ્હીથી વારાણસી જઇ રહ્યા હતા. અચાનક જ એક મુસાફરે ગુસ્સાથી ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

આ પણ વાંચો :દેશમાં કોરોનાની વેવમાં 2021માં પ્રથમવાર 300થી વધુનાં મોત

સારી વાત તો એ છે કે, અન્ય મુસાફરો અને ક્રૂ સભ્યોએ તે મુસાફરને પકડી લીધો. ફ્લાઇટ વારાણસી પહોંચે ત્યાં સુધી મુસાફરને બંધક બનાવ્યો હતો. જ્યારે કોઈ મુસાફરે ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ હવામાં ઉડતી હતી. આ કાર્યવાહીને કારણે ફ્લાઇટમાં સવાર 89 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ક્રૂ સભ્યો અને અન્ય મુસાફરોએ તેને બંધક બનાવ્યો હતો, જેથી તે ફરીથી આવી કૃત્ય ન કરી શકે. ત્યારબાદ આ અંગે કેપ્ટનને જાણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :માતા નશામાં એટલી ધૂત હતી કે માસુમને દૂધ પીવડાવવાનું જ ભૂલી ગઇ, આખી રાત બાળકી રડતી રહી અને પછી…

ફ્લાઇટ વારાણસી પહોંચ્યા ત્યાં સુધી ધમાલ કરી રહેલા પેસેન્જરને બે લોકોએ આશરે 40 મિનિટ સુધી પકડી રાખો હતો. વારાણસી એરપોર્ટ પર ઉતરતા જ એટીસીને ફ્લાઇટ અંગે માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાં સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી મુસાફરને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી તેનું મેડિકલ કરાવ્યું હતું. પોલીસને આશંકા છે કે મુસાફરની માનસિક સ્થિતિ બરાબર નથી.

આ પણ વાંચો :NIA દ્વારા TMC નેતા છત્રધર મહતોની ધરપકડ