IPL/ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ મુંબઇ ઇન્ડિયન્સને 54 રને આપી હાર,હર્ષલ પટેલની હેટ્રિક

આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની આખી ટીમ 18.1 ઓવરમાં 111 રનમાં સમેટાઈ ગઈ હતી

Top Stories Sports
ROYAL રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ મુંબઇ ઇન્ડિયન્સને 54 રને આપી હાર,હર્ષલ પટેલની હેટ્રિક

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની 39 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 54 રનથી હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની આખી ટીમ 18.1 ઓવરમાં 111 રનમાં સમેટાઈ ગઈ હતી.મુંબઈની આખી ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. એડમ મિલને છેલ્લો આઉટ થનાર બેટ્સમેન હતો. તેને હર્ષલે બોલ્ડ કર્યો હતો. આ સાથે RCB એ આ મેચ 54 રનથી જીતી લીધી છે.મુંબઈની સતત ત્રીજી હાર, હર્ષલ પટેલની હેટ્રિક, બેંગ્લોરે બોલરોની તાકાત પર જીત મેળવી.