Mahadev betting scam/ મહાદેવ બેટિંગ કૌભાંડનો રેલો ગુજરાતના ક્રિકેટ સટ્ટા સુધી પહોંચ્યો

થોડા સમય પહેલા ગુજરાત પોલીસે અંદાજે 1800 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાની તપાસ હાથ ધરી હતી. જેનંટ પગેર મહાદેવ બેટીંગ એપના સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
મહાદેવ બેટિંગ

ઘણા સમયથી મહાદેવ બેટિંગ એપ કૌભાંડના સમાચાર ચમકી રહ્યા છે. જેમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. 15,000 કરોડના આ કૈભાંડમાં મહાદેવ બેટીંગ એપના માલિક રવિ ઉપ્પન વિરૂધ્ધ ઈડીએ ઈન્ટરપોલને જાણ કરી હતી. જેને આધારે પહેલેથી જ રવી સામે રેડ કોર્નર નોટીસ ઈશ્યુ કરવામાં આવી હતી. અંતે દુબઈમાં રવી ઉપ્પલની અટક કરવામાં આવી છે. દુબઈ સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ હોવાથી ટુંકયમયમાં રવી ઉપ્પલને ભારત લાવવામાં આવશે. તેની પુછપરછમાં અનેક રહસ્યો ખુલશે.

થોડા સમય પહેલા ગુજરાત પોલીસે અંદાજે 1800 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાની તપાસ હાથ ધરી હતી. જેનંટ પગેર મહાદેવ બેટીંગ એપના સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યું હતું. આ સટ્ટો મહાદેવ બુકથી ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ તપાસમાં કેટલાક પોલીસોની સંડોવણી હોવાનું પણ કહેવાય છે. જેને કારણે તપાસ ગાંધીનગર પહોંચી હતી. આ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે જ કેટલાક પોલીસોની બદલી પણ થઈ ગઈ હતી. ગુજરાત પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો

મહાદેવ બેટીંગ એપની કાર્યપ્ધ્ધતિ જોઈએ તો આ બેટીંગ એપના ફાઉન્ડર રવી ઉપ્પલ અને તેના સાથીદાર સૌરભ ચંદ્રાકર છે. આ કંપની આ બેટીંગ એપના માધ્યમથી ક્રિકેટ, બેડમિન્ટન, પોકર, ટેનીસ, કાર્ડ ગેમ સહિત અલગ અલગ લાઈવ ગેમ્સમાં ગેરકાયદે સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પુરૂ પાડે છે. છેલ્લા ચાર વર્ષથી આ બેટીંગ એપ કાર્યરત છે. રવી ઉપ્પલની અટક બાદ હવે સૌરભ ચંદ્રાકરની પણ ટુંક સમયમાં અટક કરાશે એમ કહેવાય છે.

બીજીતરફ મુબઈ પોલીસની સાયબર સેલની વિશેષ ટીમ (એસઆઈટી) પણ મહાદેવ બેટીંગ એપ કૌભાંડની તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં મુંબઈના કેટલીક ફિલ્મી હસ્તીઓ પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. મુંબઈ પોલીસે અભિનેતા સાહિલ ખાન સહિત ત્રણ ફિલ્મી હસ્તીઓને પુછપરછ માટે સમન્સ પણ મોકલ્યા છે.

છત્તીસગઢના સૌરભ ચંદ્રાકર અને એન્જીનીયર રવી ઉપ્પલે સાથે મળીને ઓનલાઈન સટ્ટેબાજીથી કમાણી કરવા આ એપ બનાવી હતી. જેમાં થયેલી કમાણીના નાંણા હવાલા મારફતે હોટેલ વ્યવસાય અને ફિલ્મોમાં લગાવવામાં આવતા હોવાનું કહેવાય છે. જેને કારણે ફિલ્મ જગતની કેટલીય હસ્તીઓ મુંબઈ પોલીસના રડાર હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 મહાદેવ બેટિંગ કૌભાંડનો રેલો ગુજરાતના ક્રિકેટ સટ્ટા સુધી પહોંચ્યો


આ પણ વાંચો:CDRC/ભરૂચમાં તબીબ જ તબીબની બેદરકારીનો ભોગ બન્યો, કેન્સરની શંકાએ કિડની કઢાવી, રિપોર્ટ આવતા લાગ્યો આંચકો

આ પણ વાંચો:અમદાવાદ/50 હજારની લાંચ લેતા મહિલા તલાટી ઝડપાઈ

આ પણ વાંચો:અમદાવાદ/ચાંદખેડામાં ઘર પર દરોડો પાડી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો