CDRC/ ભરૂચમાં તબીબ જ તબીબની બેદરકારીનો ભોગ બન્યો, કેન્સરની શંકાએ કિડની કઢાવી, રિપોર્ટ આવતા લાગ્યો આંચકો

ડોક્ટર જાદવે કિડની કાઢી નખાયાની સર્જર્રી કરાયાના થોડા સમય બાદ કેન્સર માટે સેમ્પલમાં મોકલવામાં આવેલ બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ જોઈ ડોક્ટર પોતે આંચકો ખાઈ ગયા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 1 1 ભરૂચમાં તબીબ જ તબીબની બેદરકારીનો ભોગ બન્યો, કેન્સરની શંકાએ કિડની કઢાવી, રિપોર્ટ આવતા લાગ્યો આંચકો

ભરૂચનો અજબ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં ડોક્ટર પોતે અન્ય ડોક્ટરની બેદરકારીનો ભોગ બને છે.  એક ડોક્ટરે કેન્સરની આશંકાએ કિડની કઢાવી નાખી અને બાદમાં રિપોર્ટ આવતા આંચકો લાગ્યો. જેના બાદ ડોક્ટરે કિડની ગુમાવવા બદલ વળતરની માંગ કરતા 49 રૂપિયાનો દાવો કરતા કાનૂની લડાઈ લડી હતી. જો કે તેમના વળતરના દાવાને કોર્ટે ફગાવી દીધો હતો. આ ડોક્ટરે એક પેથોલોજી લેબ રિપોર્ટના આધારે તેમની કિડની ખોટી રીતે કાઢવામાં આવી હોવાનો દાવો કરતા વળતરની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે તેમની કિડનીમાં રહેલ ગાંઠ કેન્સર હોવાની સંભાવના ડોક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા બાદ તેમણે  કિડની કઢાવવાનો નિર્ણય લીધો હતો.

ભરૂચ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (CDRC)માં એક વિચિત્ર કેસ સામે આવ્યો. જેમાં એક ડોક્ટર અન્ય ડોક્ટરની બેદરકારીનો ભોગ બનતા વળતરની માંગ કરી. આ કેસની વિગત મુજબ ભરૂચના ડોક્ટર જાદવને માર્ચ 2020માં સામાન્ય તાવ આવ્યો હતો. પરંતુ દવા લીધા બાદ પણ તાવની સમસ્યામાંથી રાહત ના મળતા એમડી ફિઝિશિયન ડો.ગિરીશ આનંદ પાસે ઉપચાર માટે ગયા. જ્યાં તેમણે સોનોગ્રાફી, બ્લડ રીપોર્ટ અને સીટી સ્કેન કરાવવાનું કહ્યું. આ તમામ રીપોર્ટમાં કિડનીમાં ગાંઠ હોવાનું સામે આવ્યું. આ ગાંઠ જીવલેણ હોવાનું લાગતા નડિયાદ હોસ્પિટલમાં કિડની કાઢી નાખવાની સર્જરી કરાવી. ડોક્ટર જાદવે કેન્સરની આશંકાને પગલે 1 મે, 2020ના રોજ નડિયાદની હોસ્પિટલમાં સર્જરી કરાવી જમણી કિડની કાઢી નખાવી. આ સર્જરી માટે તેમણે 1.71 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

ડોક્ટર જાદવે કિડની કાઢી નખાયાની સર્જર્રી કરાયાના થોડા સમય બાદ કેન્સર માટે સેમ્પલમાં મોકલવામાં આવેલ બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ જોઈ ડોક્ટર પોતે આંચકો ખાઈ ગયા. કારણ કે રિપોર્ટમાં આવ્યું કે કિડનીમાં જે ગાંઠ હતી તે કેન્સર વગરની હતી. આ મામલે ડોક્ટર જાદવે તબીબ બેદરકારીની ફરિયાદ નોંધાવતા ખોટી રીતે કિડની કાઢી નાખવાનો આરોપ પણ મૂક્યો. ડોક્ટરનું કહેવું છે કે હોસ્પિટલ અને તબીબની બેદરકારીના કારણે મેં મારું મહત્વપૂર્ણ અંગ ગુમાવ્યું છે. આથી આ મામલામાં ગંભીર બેદરકારી દાખવવા બદલ તબીબ અને હોસ્પિટલે વળતર આપવું જોઈએ.

તબીબની બેદરકારીનો ભોગ બનેલ ડોક્ટર જાદવે મુલજીભાઈ હોસ્પિટલ અને SRL ડાયગ્નોસ્ટિક્સ સામે તબીબ બેદરકારીની ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં ડોક્ટરે કહ્યું કે મેડિકલ સિસ્ટમ મુજબ કોઈપણ સર્જરી પહેલા ડોક્ટરો દર્દીના રીપોર્ટની પૂર્ણપણે ચકાસણી કરતા હોય છે. જો કે આ કિસ્સામાં તબીબ પ્રણાલિકા મુજબ કાર્ય ના થયું હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં તબીબ અને હોસ્પિટલ સ્ટાફની બેદરાકરીના કારણે સર્જરી કરાવવા જેવી સમસ્યા ઉભી થાય છે. અને હકીકતમાં બીમારીનું નિદાન સર્જરી નહોતું. આ મામલે ડોક્ટર જાદવે CDRC સમક્ષ વળતરની માંગ કરતો દાવો કર્યો. જેમાં હોસ્પિટલ તરફથી વકીલે દલીલ કરી કે સીટી સ્કેનમાં કિડનીના ઉપરના ભાગમાં ગાંઠ હોવાનું સૂચવ્યું હતું. જેમાં અનેક પથરીઓ પણ હતી. સ્કેનમાં કેન્સરની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી. ગાંઠ ફેલાવવાની બીકે બાયોપ્સીની કરાવવાની સલાહ આપવામાં આવી નહોતી. આ સાથે એવી પણ દલીલ કરી કે ડો. જાદવ પોતે એક ડૉક્ટર હોવા છતાં બીજો અભિપ્રાય ના લેતા કિડની કાઢવાની સર્જરી માટે તૈયાર થઈ ગયા હતા જે તેમની પણ બેદરકારી દર્શાવે છે.”

આ કેસમાં CDRCએ અવલોકન કરતા જણાવ્યું કે લેબોરેટરીના રિપોર્ટમાં કેન્સરની ગાંઠ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ગાંઠ કેન્સરની જ હશે તેમ જણાવ્યું નહોતું. ડોક્ટર જાદવ કરવામાં આવેલ સીટી સ્કેનનો રિપોર્ટ ખોટો છે તેમ સાબિત કરી શકયા નથી. આ સમગ્ર બાબતોનું અવલોકન કરતા ડોક્ટર જાદવના વળતરના દાવાને CDRCએ ફગાવ્યો.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :