Not Set/ યુપી : મુરાદનગરમાં ઝેરોક્ષ કરાવવા ગયેલી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, આરોપીઓ ફરાર

ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સુરક્ષિત નથી. જતા દિવસે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજા મામલામાં ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ઝેરોક્ષ કરવા ગયેલી એક વિદ્યાર્થીની સાથે ત્રણ યુવકોએ ખેતરમાં લઇ જઈને સામુહિક બળાત્કાર(ગેંગરેપ) કર્યો. આ દુર્ઘટના મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રીહન્દ ગામની છે. જ્યાં 16 વર્ષીય વિદ્યાર્થીની નેકપૂર ગામ નજીક […]

Top Stories India
gangrape 1533880839 યુપી : મુરાદનગરમાં ઝેરોક્ષ કરાવવા ગયેલી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, આરોપીઓ ફરાર

ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સુરક્ષિત નથી. જતા દિવસે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજા મામલામાં ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ઝેરોક્ષ કરવા ગયેલી એક વિદ્યાર્થીની સાથે ત્રણ યુવકોએ ખેતરમાં લઇ જઈને સામુહિક બળાત્કાર(ગેંગરેપ) કર્યો.

gang rape યુપી : મુરાદનગરમાં ઝેરોક્ષ કરાવવા ગયેલી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, આરોપીઓ ફરાર

આ દુર્ઘટના મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રીહન્દ ગામની છે. જ્યાં 16 વર્ષીય વિદ્યાર્થીની નેકપૂર ગામ નજીક ઝેરોક્સ કરાવવા ગઈ હતી. બુધવારે મોડી સાંજે જયારે એ ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે 11માં ધોરણની એ વિદ્યાર્થીનીને બાઈક સવાર ત્રણ યુવકો તેણીને જબરદસ્તી ખેંચીને ખેતરમાં લઇ ગયા. જ્યાં એમણે એ વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કર્યો.

ગેંગરેપ કર્યા બાદ જતા જતા આરોપીઓ યુવતીને ધમકી આપતા ગયા કે જો તેણીએ આ વિષે કોઈને કઈ જણાવ્યું, તો ખરાબ પરિણામ આવશે. આ સાંભળીને ડરેલી વિદ્યાર્થીની પોતાના ઘરે પહોંચી, અને પરિવારજનોને દુર્ઘટના વિષે જણાવ્યું.

10358204 gangrape 6 e1535719282560 યુપી : મુરાદનગરમાં ઝેરોક્ષ કરાવવા ગયેલી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, આરોપીઓ ફરાર

કિશોરી સાથે બળાત્કાર ની ઘટના ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. ગ્રામીણોએ પોલીસને આ વિષે માહિતી આપી હતી. પોલીસે ઘટનાસથળે પહોંચીને પીડિત કિશોરીની મેડિકલ તપાસ કરાવી હતી. જણાવાઈ રહ્યું છે કે બળાત્કાર કરવાવાળા આરોપી કિશોરીના ગામના જ રહેવાસી છે.

પીડિત કિશોરીના પરિજનોએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને રેપની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે રિપોર્ટ દાખલ કરીને આરોપીઓને શોધવાની કામગીરી શરુ કરી છે. દુર્ઘટના બાદ નાબાલિક વિદ્યાર્થીની ખુબ ડરેલી છે. ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થાના ફુરચા ઉડાવતી આવી ઘટના વધી રહી છે.