Not Set/ SC/ST એક્ટ પર સુપ્રીમે કોર્ટે પોતાનો નિર્ણય રાખ્યો યથાવત, સરકારને આપ્યો ઝટકો

દિલ્લી, સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (SC / ST)ના એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે રિવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કર્યા બાદ આ અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી. ઓપન કોર્ટમાં હાથ ધરાયેલી રિવ્યુ પીટીશનની સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને કેન્દ્ર […]

Top Stories
fffffffff SC/ST એક્ટ પર સુપ્રીમે કોર્ટે પોતાનો નિર્ણય રાખ્યો યથાવત, સરકારને આપ્યો ઝટકો

દિલ્લી,

સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (SC / ST)ના એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે રિવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કર્યા બાદ આ અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી.

ઓપન કોર્ટમાં હાથ ધરાયેલી રિવ્યુ પીટીશનની સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને કેન્દ્ર સરકારની આ મામલા પર પુર્નવિચાર કરવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, “SC/ST એક્ટ મુજબ જયારે વ્યક્તિ અરજી કરે છે ત્યારે તેને તરત જ મદદ મળવી જોઈએ”. આ મામલાની સુનાવણી જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટિસ યૂ યૂ લલિતના નેતૃત્વવાળી ખંડપીઠે કરી હતી.

આ ઉપરાંત કોર્ટ દ્વારા આ મામલે તમામ પાર્ટીઓને આગામી બે દિવસ દરમિયાન વિસ્તૃત જવાબ આપવા અંગે જણાવ્યું છે. જયારે હવે આ મામલે આગામી સુનાવણી ૧૦ દિવસ બાદ થશે.

ઉલ્લેખનીય છે કે, દલિતોના વિરોધ પ્રદર્શન અંગે એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, “અત્યારની પરિસ્થિતિ ખુબ મુશ્કેલ છે, જે એક રીતે ઈમરજન્સી પ્રમાણે જોવા મળી રહ્યું છે. આ ઉગ્ર આંદોલનમાં અત્યારસુધીમાં ૧૦ લોકોના મોત થયા છે, હજારો-કરોડો રૂપિયાની સંપત્તિનું નુકશાન થયું છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા અપીલ કરવામાં અઆવી છે કે, આ મામલે સુનાવણી ઝડપથી કરવામાં આવે”.

માનવામાં આવી રહ્યું છે કે, હવે આ મામલો ચીફ જસ્ટિસની બેન્ચને આપવામાં આવી શકે છે. એમિકસ ક્યુરી અનરેન્દ્ર શરણે આ બાબતે આપત્તિ જતાવી હતી.

અનરેન્દ્ર શરણે જણાવ્યું હતું કે, “લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સુપ્રીમ કોર્ટના આદેશને બદલવાનો કોઈ કારણ હોઈ શકતું નથી. કોર્ટ અન્ય મુદ્દાઓ સાંભળવા માટે તૈયાર છે, પરંતુ દેશમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને યોગ્ય રાખવી એ સરકારની જવાબદારી છે”.

કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાઈ હતી પુર્નવિચાર અરજી

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા SC / STના એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર બાદ દેશભરના દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારતબંધનું એલાન બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જો કે ત્યારબાદ દલિત સંગઠનો અને એનડીએના દલિત સાંસદોએ પણ આ સંબંધે સરકાર સાથે વાત કરી છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં એનડીએના દલિત સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યરબાદ સોમવારે કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રિમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરી હતી ત્યારે હવે મંગળવારે કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે..

શું હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ?

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ પીટીશન પર સુનાવણી કરતા ૧૯૮૯ના SC / ST અત્યાચાર નિવારણના એક્ટમાં તાત્કાલિક ધરપકડ ન કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટ દ્વારા SC / STના એક્ટ મુજબ દાખલ થયેલા કેસોમાં અગ્રિમ જમાનત આપવા માટે પણ મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “કાયદા મુજબ દાખલ થયેલા આ કેસમાં તાત્કાલિક ધરપકડ કરવાને બદલે પોલીસ દ્વારા ૭ દિવસની અંદર તપાસ કરવામાં આવે અને ત્યારબાદ એક્શન લેવામાં આવે. સરકારી અધિકારીની ધરપકડ માટેની ઓપરેટિંગ ઓથોરિટીની મંજૂરી વિના થઇ શકે નહીં. જયારે ગેર-સરકારી કર્મચારીઓની ધરપકડ માટે પણ હવે એસએસપી રેન્કના પોલીસ અધિકારીની મંજૂરી જરૂરી હશે”. આ પહેલા ગેર-સરકારી કર્મચારીઓની ધરપકડ ઇન્સ્પેકટર રેન્કના પોલીસ અધિકારી કરતા હતા.