Not Set/ સ્માર્ટ ફોન પર પોર્નોગ્રાફી જોતાં પહેલાં આટલું ચોક્કસ વાંચી જાવ

અમદાવાદ, જો તમે વારંવાર સ્માર્ટફોન પર પોર્ન સામગ્રીઓ નિહાળો છો અને સ્ટ્રિપ ક્લબ જાવ છો. તો તમારી આ ટેવ માનવીય તસ્કરી સાથે જાડાયેલ કુટેવો પ્રતિ તમારા વિચારો અને માન્યતાઓને પ્રભાવિત કરી શકે છે. એક નવા સંશોધનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. ટેક્સાસ ક્રિશ્ચિયન યુનિવર્સિટી અને નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી કોલારાડો કોલેજની એક ટીમના જણાવ્યા અનુસાર, પોર્નોગ્રાફી […]

Lifestyle
smart phone સ્માર્ટ ફોન પર પોર્નોગ્રાફી જોતાં પહેલાં આટલું ચોક્કસ વાંચી જાવ
અમદાવાદ,
જો તમે વારંવાર સ્માર્ટફોન પર પોર્ન સામગ્રીઓ નિહાળો છો અને સ્ટ્રિપ ક્લબ જાવ છો. તો તમારી આ ટેવ માનવીય તસ્કરી સાથે જાડાયેલ કુટેવો પ્રતિ તમારા વિચારો અને માન્યતાઓને પ્રભાવિત કરી શકે છે. એક નવા સંશોધનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.
ટેક્સાસ ક્રિશ્ચિયન યુનિવર્સિટી અને નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી કોલારાડો કોલેજની એક ટીમના જણાવ્યા અનુસાર, પોર્નોગ્રાફી દેખનારા, સ્ટ્રિપ બાર જનારા અને વેશ્યાવૃત્તિમાં સંલિપ્ત લોકોમાં માનવ ગુલામી પ્રત્યે તેમના વિચારો અલગ રીતે જોવા મળ્યા. આ સંશોધન ‘આઈડેંટીફાઈંગ ઈફેક્ટીવ કાઉન્ટર-ટ્રેફિકિંગ પ્રોગ્રામ્સ એન્ડ પ્રેક્ટીસ ઈન ધ યુએસ : લેજિસલેટિવ, લીગલ એન્ડ પબ્લીક ઓપિનિયન સ્ટ્રેટેજિક ધેટ વર્ક’ નામથી પ્રકાશિત થયું છે.
લાઈફસાઈટ ન્યુઝ ડોટ કોમના જણાવ્યા અનુસાર, રિપોર્ટથી એક નિષ્કર્ષ એ પણ નિકળ્યો છે કે, સેક્સ સંબંધિત વ્યવહાર માનવ તસ્કરી વિશે વિચારોને પ્રભાવિત કરે છે. સંશોધનમાં જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં પોર્ન સામગ્રી નિહાળનારા લોકોમાં માનવ તસ્કરી વિશે જાણકારી તો વધુ મેળવવામાં આવી, પરંતુ તેમનું માનવું છે કે, માનવ તસ્કરી સરકારની ઓછી પ્રાથમિક્તામાં હોવી જાઈએ. સંશોધનનું પરિણામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ જસ્ટીસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ ટીનેજર્સ સૌથી વધુ પોર્ન સામગ્રીઓનો ઉપયોગ પણ કરતા થયા છે, જે એક વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ત્યારે સંશોધનમાં જણાવ્યા અનુસાર, ઈન્ટરનેટના યુગમાં યુવકો અને યુવતિઓ આવી પોર્ન સામગ્રીઓને ખરીદવા ઉપરાંત વધુ પ્રમાણમાં નિહાળી પણ રહ્યા છે જેથી તેમના વિચારો બદલાવાની પુરેપુરી શક્યતા છે.