Not Set/ બાળક જ્યારે તમારું સાંભળે નહીં ત્યારે શું કરવું?

મારા દીકરા કે દીકરીને કંઈ કહું છું ત્યારે તે સાંભળતો કે સાંભળતી નથી. તેમજ જે પણ કહો તેનાથી વિરુદ્ધ કરે છે. અથવા વાતને કાન હેઠે કાઢી નાખે છે. જે કંઈ કહો તેને કોઈ અસર થતી નથી. આ પ્રશ્ન વર્તમાનમાં દરેક માતા-પિતાને માટે જાણે સર્વસામાન્ય

Trending Lifestyle Relationships
kid not listen બાળક જ્યારે તમારું સાંભળે નહીં ત્યારે શું કરવું?

માતૃત્વ : ભાવિની વસાણી

મારા દીકરા કે દીકરીને કંઈ કહું છું ત્યારે તે સાંભળતો કે સાંભળતી નથી. તેમજ જે પણ કહો તેનાથી વિરુદ્ધ કરે છે. અથવા વાતને કાન હેઠે કાઢી નાખે છે. જે કંઈ કહો તેને કોઈ અસર થતી નથી. આ પ્રશ્ન વર્તમાનમાં દરેક માતા-પિતાને માટે જાણે સર્વસામાન્ય બન્યો છે. મોટાભાગે માતા-પિતા એવું કહેતા જોવા મળે છે કે અમે અમારા માતા-પિતાનો પડ્યો બોલ ઝીલતા હતા. પરંતુ અત્યારના બાળકો જિદ્દી હોય છે, તેઓને કરવું હોય તેમ જ કરે છે માટે કોઈને સાંભળતા નથી. આવું શા માટે બને છે ? તે અંગે પરિસ્થિતિને અનુરૂપ સ્વમૂલ્યાંકન કર્યા બાદ બાળકનું મૂલ્યાંકન કરવું જરૂરી હોય છે. એવું પણ બની શકે કે અત્યારના માતા-પિતાની ધીરજ પહેલાના માતા-પિતા કરતા ઓછી હોય છે. વ્યક્તિ વિકાસ કેન્દ્રમાં પ્રશિક્ષક તેમજ મારા માતૃત્વના અનુભવના આધારે અહીં આ માટે કેટલાક સરળ સૂચનો અહીં કરવામાં આવ્યા છે જે દરેક માતા-પિતાને ઉપયોગી બનશે.

matrutv 1 બાળક જ્યારે તમારું સાંભળે નહીં ત્યારે શું કરવું?

* બાળક ક્યારેક નથી સાંભળતું કે કાયમ નથી સાંભળતું ? આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો.

* બાળક કયા-ક્યા પ્રકારની પરિસ્થિતિ વખતે સાંભળતું નથી ? તેની યાદી કરી તે અંગે અભ્યાસ કરવો.

* બાળક ક્યારેક-ક્યારેક કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ન સાંભળતું હોય તો તે સામાન્ય બાબત છે. અને કાયમ ન સાંભળતું હોય તો પણ અસામાન્ય નથી. બાળક કોમળ કળી જેવું હોય છે તેને વાળો તેમ વળી જતું હોય છે. માટે ગભરાવવાનીના બદલે તેનો સાચો ઉકેલ શોધવાની કોશિશ કરવી.

* મોટા ભાગે બાળકો જે જુએ છે તેનું અનુકરણ કરે છે. એટલે કે જે માતા-પિતા તેના બાળકોને પૂરતું સાંભળતા હોય છે તેમના બાળકો પણ તેમને સાંભળતા જ હોય છે. અને માતા-પિતાના સાંભળવા છતાં બાળકો ન સાંભળતા હોય તો માતા-પિતા દિલ દઈને સાંભળતા ન હોવા જોઈએ. જે પ્રકારે તમે કરશો તેવું તમારું બાળક કરશે.

* બાળક કઈ કઈ પરિસ્થિતિમાં સાંભળતું નથી તેની યાદી પર નજર કરીએતો… ટીવી જુએ ત્યારે નથી સાંભળતું, ટીવી બંધ કરવા અંગે નથી સાંભળતું, ભણવા બેસવા માટે કહીએ તો નથી સાંભળતું, જમવા બોલાવે ત્યારે નથી સાંભળતું, બહારથી આવીને હાથ -પગ ધોવા અંગે નથી સાંભળતું, પરીક્ષા નજીક આવી ગઈ હોય ત્યારે પણ વધારે સમય ભણવા માટે તૈયાર નથી થતું, રમવા માટે સમય ઓછો પડે છે વગેરે….

10 Reasons Why Kids Don't Listen

Vaccination / દલાઈ લામાએ લગાવી કોરોનાની વેક્સિન, કહ્યુ- આ વેક્સિન ઘણી મદદગાર છે

* આ તમામ પરિસ્થિતિમાં આપણે વાલી તરીકે કેટલુંક મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે. જેમ કે બાળકનો દિવસનો મોટા ભાગનો સમય કોની સાથે વિતાવે છે ? તેના મિત્રો કયા પ્રકારના છે ? બાળક ટીવી કેટલી કલાક જુએ છે ? ટીવીમાં પ્રકારના કાર્યક્રમો કે કાર્ટૂન જુએ છે ? બાળક જમતી વખતે ટીવી જુએ છે? બાળકને ભણવામાં કયા વિષય પસંદ તથા નાપસંદ છે ? બાળક કયા પ્રકારની રમતો રમે છે ? બાળકના હાથમાં તમે મોબાઈલમાં ગેમ રમવા માટે આપો છો ? આ બધા પ્રશ્નોના મૂલ્યાંકન બાદ જ સાચું નિરાકરણ આવી શકે છે.

* બાળક સાથે જ્યારે સમય વિતાવો ત્યારે માત્ર સાંભળવા ખાતર નહીં દિલ દઈને સાંભળો તેમજ તેની સાથે વાર્તાલાપ કરો. તેની સાથે દિનચર્યા કરી તેને વધારે ઓળખવાની કોશિશ કરો.

* ટીવીમાં આવતા કાર્યક્રમોમાં મારધાડ, પજવણી કે ગુનાખોરી જેવા
આડકતરા સંદેશ આપતા કાર્યક્રમો બાળક જોતું નથી ને ? આવા સમયે સમજણપૂર્વક તેને ખાસ પ્રકારના કાર્યક્રમો જોવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.

* શક્ય હોય તો બાળકની સાથે બેસીને જમવું જોઇએ અને ત્યારે ટીવી બંધ હોય તો ઉત્તમ છે, કારણ કે આ દરમિયાન બાળક સાથે તાદાત્મ્ય સાદી શકાતું હોય છે. ટીવી ન જોતું હોય તો જ બાળક તમને સાંભળશે. જમતી વખતે ટી.વી ચાલુ હશે તો તેનું ધ્યાન ટીવીમાં જ રહેશે. ટીવીમાં આવતા પ્રસારણો દરેક વખતે ઉચીત નથી હોતા. ઘણી વખતે કાર્ટૂનમાં પણ બાળક ખોટી પ્રવૃત્તિ કરવા માટે પરોક્ષ રીતે પ્રેરાતું હોય છે.

kid-not-listening | Key to Kids

New Delhi / ખેડૂત આંદોલનનાં 100 દિવસ પૂર્ણ, આજે આ એક્સપ્રેસ વે નો માર્ગ કરશે અવરોધિત

* જો બાળક પાંચ વર્ષ કરતાં નાનું હોય તો માતા અથવા પિતા બે માંથી એક નો સંપૂર્ણ સમય તેના માટે જરૂરી છે. પાંચ વર્ષ કરતાં મોટું હોય ત્યારે વાલીઓ અથવા ઘરના વડીલોએ તેની સાથે વિતાવેલો સમય ગુણવત્તાયુક્ત હોવો જરૂરી છે. જેમાં બંને પક્ષે પ્રેમ ભર્યા વાર્તાલાપ થતા હોય તે આવશ્યક છે.

* બાળકની પાસે સ્વચ્છતાનો આગ્રહ રાખવો હોય ત્યારે તમારે પણ તેનું અનુસરણ કરવું પડશે. આ ઉપરાંત બાળકમાં સ્વચ્છતાના બીજ રોપાય તે પ્રકારની નાની-નાની વાર્તાઓ તેને કહેવી જોઈએ. બાળક બીમાર પડે ત્યારે દવાખાના પર દવા લેવા જઈએ ત્યારે તમે તેને સ્વચ્છતાનું મહત્વ શા માટે જરૂરી છે? તે પ્રત્યક્ષ રીતે સમજાવી શકો છો.

* બાળકને જે વિષય ભણવામાં અઘરો લાગતો હશે તે ભણવાનું ટાળી રહ્યો હોય ત્યારે અઘરા વિષયને સહેલો લાગે તે રીતે તેના ગળે ઉતારવા માટે માતા-પિતાએ યથાયોગ્ય પ્રયાસ કરવો જોઈએ. અન્યથા આગળ જતા આ વિષય પ્રત્યે તેને અરુચિ થઇ જશે. જો તમને આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ ન ફાવતી હોય તો નિષ્ણાતની સલાહ લો.

* બાળક હંમેશા ભણવાની ના પડતું હોય તો તેના જીવનમાં શિક્ષણનું મહત્વ આપણે સ્થાપી શક્યા નથી એમ સમજવું જોઈએ. આ માટે તે શિક્ષણને મહત્વ આપે તે પ્રકારના દબાણ રહિત સકારાત્મક પ્રયત્નો કરવા જોઈએ.

* બાળક અભ્યાસ સિવાયના સમયમાં કયા પ્રકારની રમતો રમે છે? અથવા તો રમતો નથી તેના કારણો ચકાસવા જોઈએ. ટીવી તેમજ વિડીયો ગેમ જોવાનું ઓછું કરી ખાસ કરીને શારીરિક શ્રમ થાય તે પ્રકારની શેરી રમતો તેમજ અન્ય રમત-ગમત પ્રત્યે રૂચિ કેળવાય તેવા હેતુ પૂર્વકના પ્રયત્નો કરવા જોઈએ. જેથી તેની શક્તિનો મહત્તમ ઉપયોગ પણ થશે તેમજ તેનો શારીરિક અને માનસિક વિકાસ થશે.

When Kids Don't Listen - Moms Magazine

Covid-19 / એકવાર ફરી કોરોનાએ ઉચક્યુ માથુ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

* બાળકને તેની ઉંમરમાં વ્યક્તિત્વનો વિકાસ થાય તે પ્રકારની શિબિરોમાં મોકલવો જોઈએ. તેમજ આઠ વર્ષથી નાના બાળકોને પ્રાર્થના કરવાની આદત પાડો તથા આઠ વર્ષથી મોટા બાળકને રોજ ૧૦ મિનિટ ધ્યાન કરે તેવો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે બાળક ધીમે-ધીમે શાંત થશે. તેમ જ તમને સાંભળતું પણ થશે. જેના ફળ સ્વરૂપ તેનું પરિણામ તેના ઘડતરમાં તમને જોવા મળશે.

* બાળકોને તેમજ તેના મિત્રોને સુંદર રીતે આવકારો તેમજ તેમની સાથે તેઓની ઉંમર મુજબની રમતો કે વાર્તાઓ સમૂહમાં કહો.
સામાન્ય રીતે કોઈ બાળક માત્ર એકલા તમારું માનતું નથી, ત્યારે સામૂહિક રીતે પ્રવૃત્તિ કરાવો છો ત્યારે તે માનતું હોય છે તે જ સિદ્ધાંતને ઘરમાં પણ લાગુ કરો.

* તમારા ઘરે આવનાર મહેમાનને બાળક સુંદર રીતે ત્યારે જ અવકારે છે જ્યારે તમે તેના મિત્રોને સુંદર રીતે આવકાર આપશો. તેમજ જો તમારે સારા માતા-પિતા બનવું હશે તો સારા અંકલ-આંટી બનવું પડશે.

* બાળકને અઠવાડિયે એક વાર પાર્કમાં ચોક્કસ લઈ જવો અને આ દરમિયાન એવી રમતો પણ રમાડવી કે જેમાં તમે પણ તેની સાથે જોડાઇ શકો. બાળકના જીવનના પ્રથમ દસ વર્ષ તમે જેવો સુંદર સમય આપ્યો હશે તેવું તમને ભવિષ્યમાં પરિણામ ચોક્કસ મળશે જ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…