Cricket/ ઈંગ્લેન્ડ ટીમે એકવાર ફરી ત્રીજી ટેસ્ટની અપાવી યાદ, તો શું ટીમ ઈન્ડિયા આજે કરશે પુનરાવર્તન?

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 365 પર ઓલ આઉટ થઇ ગઇ છે.

Sports
Mantavya 109 ઈંગ્લેન્ડ ટીમે એકવાર ફરી ત્રીજી ટેસ્ટની અપાવી યાદ, તો શું ટીમ ઈન્ડિયા આજે કરશે પુનરાવર્તન?

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 365 પર ઓલ આઉટ થઇ ગઇ છે. આ મેચની સૌથી મોટી હાઇ લાઇટ રિષભ પંત અને વોશિંગ્ટન સુંદર રહ્યા હતા.  જો કે, વોશિંગ્ટન સુંદર પોતાની સદી ફટકારવામાં ચુકી ગયો હતો. તે 96 રન બનાવી શક્યો હતો કારણ કે તેનો સાથે કોઇ અન્ય બેટ્સમેને આપ્યો નહતો.

આ સમાચાર લખાય ત્યા સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 34/4 છે.

સુંદર 4 રને સદી ચૂક્યો હતો. ઈંગ્લેન્ડ પર પ્રથમ ઈનિંગનાં આધારે ભારતની ટીમને 160 રનની લીડ છે. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસનને 3 અને જૈક લીચને 2 વિકેટ મેળવી હતી. ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય સ્પિનર ​​અશ્વિને આશ્ચર્યજનક બોલિંગ કરી અને ઈંગ્લેન્ડને 2 વિકેટ એક જ ઓવરમાં લઇને ઈંગ્લિશ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. ક્રોલી ફક્ત 5 રન જ બનાવી શક્યો હતો, જ્યારે બેયરસ્ટો કોઈ પણ સ્કોર કર્યા વિના આઉટ થઇ ગયો હતો. ઈંગ્લેન્ડની 2 વિકેટ 10 રનનાં સ્કોરે પડી ગઇ હતી.

આપને જણાવી દઇએ કે, બીજા દિવસની રમતનાં અંતે ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 294 રન બનાવ્યા હતા. રિષભ પંતે ટેસ્ટ મેચનાં બીજા દિવસે ભારત માટે શાનદાર ઇનિંગ રમી હતી અને 101 રન બનાવીને આઉટ થયો હતો, ફક્ત પંતની ઇનિંગ્સ પર જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડનાં સ્કોરથી આગળ વધવામાં સફળ રહી હતી અને નોંધપાત્ર લીડ બનાવી લીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ