Cricket/ હાર્દિક પંડ્યા બન્યો સ્પાઈડર મેન, જુઓ કેવી કરી રહ્યો છે તૈયારી

ત્રીજી ટેસ્ટ મેચમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ઘણી ખુશ દેખાઇ રહી છે.

Sports
Mantavya 57 હાર્દિક પંડ્યા બન્યો સ્પાઈડર મેન, જુઓ કેવી કરી રહ્યો છે તૈયારી

ત્રીજી ટેસ્ટ મેચમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ઘણી ખુશ દેખાઇ રહી છે. સાથે હવે ટીમ ઈન્ડિયાએ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા તૈયારીઓ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ કરી દીધી છે. ટીમનાં દરેક ખેલાડીઓ હાલમાં તો રિલેક્સ મોડમાં છે, ત્યારે આ વચ્ચે હાર્દિક પંડ્યા પોતાની રમત પર ખૂબ મહેનત કરી રહ્યો છે. હાલમાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમા તે લાંબી છલાંગ લગાવતા એક જબરદસ્ત કેચ પકડતો જોવા મળી રહ્યો છે.

Mantavya 58 હાર્દિક પંડ્યા બન્યો સ્પાઈડર મેન, જુઓ કેવી કરી રહ્યો છે તૈયારી

Cricket / વિજય હજારે ટ્રોફીમાં અભિષેક શર્માએ તાબડતોડ બેટિંગ કરતા માત્ર 42 બોલમાં ફટકારી સદી

આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ એકવાર ફરી અમદાવાદાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચ ચ4 માર્ચનાં રોજ રમાશે. ત્યારે આ મેચ પૂર્વે ખેલાડીઓ રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી તરફ હાર્દિક પંડ્યા ખૂબ મહેનત કરી રહ્યો છે. અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા જોર શોરથી પ્રેક્ટિસ કરી રહી છે તેનું એક ઉદારણ આપણને હાલમાં જ જોવા મળી રહ્યું છે. હાર્દિક પંડ્યાનો કેચ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Mantavya 59 હાર્દિક પંડ્યા બન્યો સ્પાઈડર મેન, જુઓ કેવી કરી રહ્યો છે તૈયારી

Cricket / પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદનઃ જો ભારત WTC ફાઈનલમાં પહોંચશે તો નહી રમી શકે એશિયા કપ

ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જ્યારે મેદાનમાં રમતા હોય છે. ત્યારે તેમની ગેમ જોવા જેવી હોય છે. તે પોતાના દમ પર ઘણી મેચ ઈન્ડિયાને જીતાડી ચૂક્યો છે. હાલની મેચમાં તેને હજુ એવી તક મળી નથી જેના લીધે તેના ફેંસ તેની ગેમ જોઈ શક્યા નથી. તેણે ટીમ ઈન્ડિયાનાં પ્રેક્ટિસ સેશનમાં એવો કેચ પકડ્યો કે તેનો વીડિયો વાયરલ થવા માંડ્યો છે.

Cricket / એક દિવસ પહેલા સંન્યાસ લેનારા આ 2 ક્રિકેટર ભારત માટે રમતા જોવા મળશે

હાર્દિકને પ્લેંઇંગ ઇલેવનમાં નથી મળી જગ્યા 

અમદાવાદમા ઈંગલેન્ડની સામે ચોથી ટેસ્ટ મેચમાં પ્રેક્ટિસ દરમિયાન ટીમ પરસેવો પાડી રહી છે. જયારે હાર્દિક પંડ્યા પ્લેંઇંગ ઇલેવનમાં નથી તો પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે. હાલમાં જ તેમનો આ શાનદાર કેચનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ