Not Set/ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનાં ફરી વાગ્યા ભણકારા

કોરોનાકાળ વચ્ચે લોકોને ક્રિકેટ થોડી રાહત આપી શકે તેવુ લાગી રહ્યુ છે. આ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Sports
ગરમી 149 ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનાં ફરી વાગ્યા ભણકારા
  • ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના ફરી વાગ્યા ભણકારા
  • ICC બેઠકમાં લેવાઇ શકે છે અંતિમ નિર્ણય
  • 2013 બાદથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ નથી યોજાઇ
  • બંને દેશો વચ્ચે 2007-08 બાદ ટેસ્ટ સિરીઝ નથી યોજાઇ
  • દુબઇ બેઠકમાં BCCI પોતાનું વલણ સ્પષ્ટ કરશે
  • ભારતમાં યોજાનારા ટી-20 વિશ્વકપ અંગે નિર્ણય લેવાશે
  • પાક. દર્શકોને વિઝા આપવા અંગે સ્પષ્ટ કરશે વલણ

કોરોનાકાળ વચ્ચે લોકોને ક્રિકેટ થોડી રાહત આપી શકે તેવુ લાગી રહ્યુ છે. આ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટની રમતમાં વિશ્વને બે એવી ટીમ છે જે જ્યારે પણ એકબીજાની સામે આવે છે ત્યારે તે મેચનો નજારો કઇક જુદો જ હોય છે. વિશ્વનાં લગભગ દેશ આ મેચને જોવા માટે એક્સાઇટ થઇ જતા હોય છે. આ દર્શકો માટે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) નાં ઉચ્ચ અધિકારીઓ તરફથી આવા જ કઇક સંકેત મળ્યા છે.

ગરમી 150 ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનાં ફરી વાગ્યા ભણકારા

IND vs ENG / IPL-T20 વર્લ્ડ કપને લઇને બેયરસ્ટોએ આપ્યુ એવુ નિવેદન, ભારતીય ખેલાડી રહે સાવધાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) નાં ઉચ્ચ અધિકારીઓ તરફથી મળી રહેલા સંકેટ મુજબ, આ વર્ષે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે બાઈલેટરલ સિરીઝ થઈ શકે છે. આ અહેવાલ ડેલી જંગે આપ્યો હતો. જ્યારે એક બોર્ડનાં અધિકારીને ક્રિકેટ ડિપ્લોમેસી અંગે ટિપ્પણી કરવા કહેવામાં આવ્યું ત્યારે તેણે પહેલા ભારતીય અધિકારીઓ સાથે સીધો સંપર્ક કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં સ્વીકાર્યું કે બોર્ડને એવા સંકેત મળ્યા છે કે ભવિષ્યમાં આવું કંઇક થઈ શકે. દૈનિક ઉર્દુનાં પીસીબી અધિકારીએ જણાવ્યું છે કે, અમને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. જો કે, પીસીબીનાં અધ્યક્ષ એહસાન મનીએ કહ્યું છે કે, પીસીબી કોઇ રાજનીતિક પાર્ટી નથી કે ભારતીય બોર્ડ સાથે ચર્ચા કરે.

ગરમી 151 ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનાં ફરી વાગ્યા ભણકારા

ટીમ ઈન્ડિયાને ઝટકો / વન-ડે સિરીઝની બાકી મેચોમાંથી આ ખેલાડી થયો બહાર

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત-પાક બાઈલેટરલ સિરીઝને ફરી શરૂ કરવાની પહેલ ભારતીય મીડિયામાં પણ દેખાઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી બાઈલેટરલ સિરીઝ વર્ષ 2012-13 ની સિઝનમાં રમવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની ટીમે ત્રણ વનડે અને બે ટી-20 મેચ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. વળી જો હવે બાઈલેટરલ સિરીઝ થશે તો પાકિસ્તાની દર્શકોને વિઝા આપવામા આવશે કે નહી તે પણ જોવાનું રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ