@નિકુંજ પટેલ
બેંગ્લોરની સ્ટાર્ટ અપ કંપનીની સીઈઓ સુચના શેઠ ગોવાની હોટેલમાં દિકરાની હત્યા કરીને લાલ રંગની ટ્રોલી બેગ લઈને રવાના થઈ હતી. બેગ ખૂબ વજનદાર હતી. બીજી તરફ ગોવા કર્ણાટક બોર્ડર પર આરોપી સુચના શેઠ 4 કલાક ટ્રાફિકમાં ફસાઈ હતી. સુચનાને ટેક્સીમાં કર્ણાટક લઈ જનારા ડ્રાઈવરે મિડીયાને કહ્યું હતું કે 7 જાન્યુઆરીની રાત્રે હોટેલના રિસેપ્સનિસ્ટે તેને ફોન કર્યો હતો. તેણે સુચના શેઠને બેંગ્લોર જવું છે એમ જણાવ્યું હતું. જેમાં ગોવાથી કર્ણાટકના રૂ.30,000 ભાડુ નક્કી થયું હતું.
આ ટેક્સી ડ્રાઈલરની ઓળખ નોર્થ ગોવાના રોયજોન ડિસોઝા તરીકે થઈ છે. તેનું કહેવું છે કે તે રાત્રે તેના સાથીદાર સાથે રાત્રે 12.30 વાગ્યે હોટેલ પહોંચ્યો હતો. સુચનાએ તેને કહ્યું હતું કે તેને બેંગ્લોરમાં અગત્યના કામથી તાત્કાલિક જવું છે. ત્યારબાદ તેઓ રાત્રે જ બેંગ્લોર જવા માટે નીકળી ગયા હતા.
ટેક્સી ડ્રાઈવરના જણાવ્યા મુજબ ગોવા-કર્ણાટક બોર્ડર પર એક ટ્રકનો અકસ્માત થયો હોવાથી ટ્રાફિક જામ હતો. ચાર કલાક સુધી અમે ફસાયા હતા. ટેક્સી ડ્રાઈવરે સુચનાને તે એરપોર્ટ છોડી દેવાની પણ વાત કરી. જોકે તેણે ભલે ગમે તેટલો સમય લાગે પણ ટેક્સીમાં જ જવુ છે, એમ કહ્યું હતું.ટેક્સી ડ્રાઈવરને સુચનાની વાત અજીબ લાગી હતી. કારણ કે, સુચનાએ તેને બેંગ્લોર તાત્કાલિક પહોંચવું છે, એમ કહ્યું હતું. આખા રસ્તા પર સુચના ચૂપચાપ બેસી રહી હતી. ફક્ત એક વાર તેણે ડ્રાઈવરને પાણી માટે પુછ્યું હતું.
8 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે ટેક્સી ડ્રાઈવરને ગોવાના કૈલગુટ પોલીસ ઈન્સપેક્ટરનો ફોન આવ્યો હતો. પોલીસ ઈન્સપેક્ટરે તેને પુછ્યું કે સુચના એકલી છે કે તેની સાથે કોઈ બાળક છે. તેણે કહ્યું સુચના એકલી જ છે. ઈન્સપેક્ટર અને ડ્રાઈવર કોંકણી ભાષામાં વાત કરી રહ્યા હતા. જેને કારણે સુચના તેમની વાત સમજી ન શકી. પોલીસે ડ્રાઈવરને સમગ્ર બનાવ બાબતે વાત કરી. બાદમાં ઈન્સપેક્ટરે સુચનાને ફોન આપવા કહ્યું. પોલીસે સુચનાની પુછપરછ કરી. જેમાં સુચનાએ કહ્યું કે તેનો દિકરો ગોવામાં એક સંબંધીને ત્યાં છે. બીજી તરફ સુચનાએ જે સરનામુ આપ્યું હતું તે ખોટુ નીકલ્યું. આથી ઈન્સપેકટરે ટેક્સી ડ્રાઈવપરને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન જવા કહ્યું.
ડ્રાઈવરના જણાવ્યા મુજબ તે સમયે તેઓ એક્સપ્રેસ હાઈવે પર હતા. જ્યાં દુર દુર સુધી ફકત ગામ જ દેખાતા હતા. તમામ સાઈન બોર્ડ કન્નડમાં હતા આથી ક્યાં જવું તે ડ્રાઈવરને સમજાતું ન હતુ. તેણે ગુગલ મેપ પર નજીકનું પોલીસ સ્ટેશન શોધ્યું. પરંતુ પોલીસ સ્ટેશન 150 કિલોમીટર દૂર દર્શાવી રહ્યું હતું.
ડ્રાઈવરે સમયસુચકતા વાપરીને સુચનાને કહ્યું કે તેને અને તેના સાથીદારને વોશરૃમ જવું છે. તે સમયે તેઓ કર્ણાટકના ચિત્રદુર્ગ જીલ્લામાં પહોંચી ગયા હતા. રોડ નજીર ડ્રાઈવરેને એક હોટેલ દેખાતા તેણે ત્યાંના સિક્યુરિટી ગાર્ડને પુછતા તેણે એમંગલા પોલીસ સ્ટેશન ફક્ત 500 મીટર દુર હોવાનું જણાવ્યું.
ત્યારબાદ ડ્રાઈવરે ગોવા પોલીસને ફોન કર્યો. પોલીસ સ્ટેશન પહોચવા સુધી તેણે ફોન ચાલુ રાખ્યો. પોલીસ સ્ટેશન પહોંચતા જ સુચના એ પુછ્યું કાર અહીં કેમ અટકાવી છે. ડ્રાઈવરે બહાનું કાઢ્યું અને ફોન એમંગલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પકડાવી દીધો. બાદમાં પોલીસે સુચનાનો સામાન તપાસ કરતા તેમાંથી તેના દિકરાનો મૃતદેહ મળ્યો હતો.
સુચનાના લગ્ન 2010માં કેરળના વેકટ રમન સાથે થયા હતા. જોકે 2020 માં પતિ પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. 2021 થી બન્ને અલગ રહેવા લાગ્યા હતા. 2022માં તેમણે છુટાછેડાની અરજી કરી હતી. જેમાં કોર્ટે સુચનાનો પતિ તેના દિકરાને દર રવિવારે મળી શકે છે. જોકે સુચના ઈચ્છતી ન હતી કે તેનો પતિ બાળકને મળે. આ કારણે સુચનાએ પોતાના દિકરાની હત્યા કરી નાંખી હોવાની પોલીસને શંકા હતી. સુચનાએ કહ્યું હતું કે તેનો પતિ તેનું અને દિકરાનું શીરિક શોષણ કરે છે. વેંકટ રમન એઆઈ ડેવલપર છે. સુચનાનો દાવો છે કે તેના પતિની વાર્ષિક આવક એક કરોડ રૂપિયા છે. તેણે ભરણપોષણ પેટે દર મહિને 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સુચનાએ ઓગસ્ટ 2022માં પતિ ઉપર ઘરેલું હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો
આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….