દાહોદ/ ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

ફતેપુરામા સ્વચ્છ ભારત મિશનના લીરે લીરા ઉડ્યા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તંત્ર ઘોર નિંદ્રામા અનેક વખત તંત્રને રજુઆત છત સફસફાઈ નહિવત.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 10T181113.958 ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

@કિશોર પણદા

Dahod News: ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક ફતેપુરા ખાતે ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર ગંદગીનું જોવા લોકો બારે માસ રહેતી ગંદગીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન અનેક વખત તંત્રને રજુઆત છતાં કોઈ કાર્યવાહી ન કરતા લોકોમા રોષ જોવા મળ્યો છે.ફતેપુરા નગરમા રસ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી ભરાઈ રહ્યું છે ઠેર ઠેર કચરાના ઢેર જોવા મળી રહ્યા છે જેના લીધે દુર્ગંધ અને ગંદગીનું સામ્રાજ્ય ઉભું થયું છે. જેના કારણે આસપાસના વસવાટ કરતા સ્થાનિકો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ગંદા પાણી અને કચરા વચ્ચે પસાર થવું પડે છે ત્યારે રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નથી.

Untitled 5 ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

એક તરફ સરકાર દ્વારા દેશ મા સ્વછતા જાળવવા માટે અભિયાન ચલાવવામા આવી રહ્યું રહ્યા ત્યારે ફતેપુરા નગરમા કચરાના ઢગલા અને ઠેર ઠેર રસ્તા પર વહેતા ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે ફતેપુરા ની સરકારી હોસ્પિટલ સામે કાદવ કીચડ અને ગંદુ પાણી રોડ પર વહેતુ પાણી જોવા મળી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પાણીનો નિકાલ કરવામા આવતો નથી

ફતેપુરાની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ તેમજ કોમલ સ્કૂલ જતા વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમા ચાલીને જવું પડે છે જયારે અમુક સમયે ગાડી પસાર થાય તયારે ગંદુ પાણી ઉડવાથી વિદ્યાર્થીના કપડાં પણ બગડતા હોય છે અનેક વખત શાળાના આચાર્યએ તંત્ર ને આ બાબતે રજુઆત કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પરંતુ સફાઇની કામગીરી કરવામાં આવી ન રહી હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.

Untitled 5 1 ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

ફતેપુરા તાલુકા પંચાયતની નીચે પેટ્રોલ પંપ તરફ જતા રસ્તા પર અને સરકારી દવાખાના તરફ જતા બંને બાજુ જતા રસ્તા ગટરના પાણીથી રોડ ઉભરાય છે જ્યારે કે તંત્રના અધિકારીઓ પણ આ રસ્તેથી અવર નવર પસાર થયાં છે છતાં આંખ આડા કાન કરતા હોય તેમ નજરે પડતું નથી કે અધિકારીઓ દ્વારા પણ સાફસફાઈ કરાવવામા આવતી નથી

ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા, પ્રજાપતિ વાસ પાસે છેલ્લા કેટલાક સમય થી ગટરનું ગંદુ પાણી રોડ પર નીકળવાના કારણે રહદારી ઓ તેમજ વાહન ચાલકોને ગંદા પાણીના કારણે પરેશાની ભાગવવી પડી રહી છે જયારે કે આ બાબતે ફતેપુરા PSI દ્વારા પણ તંત્રને લેખિતમા જાણ કરવામા આવી છે છતાં પણ તંત્ર દ્વારા સાફ સફાઈ કરવા મા રસ દાખવતી નથી જેના કારણે લોકો ને પરેશાની ભગવવાનો વારો આવ્યો છે.

Untitled 5 2 ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

ફતેપુરાના ઘૂઘસ રોડ ખાનગી વાહનોના સ્ટેશન સામે કાચરાના ઢગલો તેમજ રસ્તા પર ગટરનું ગંદુ પાણી જોવા મળે છે જયારે દુર્ગંધ મારતા ગટર ના પાણી વચ્ચે રહેદારીઓને પસાર થવું પડે છે જેના કારણે અહીં રહેતા લોકો ગંદગીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા