કેન્દ્ર સરકારે ગુરુવારે કોવિડ -19 થી પોતાનો જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારોને આર્થિક સહાયને મંજૂરી આપી છે. કોવિડ -19 થી જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારોને માહિતી અને પ્રસારણ મંત્રાલયની જર્નાલિસ્ટ કલ્યાણ યોજના હેઠળ દરેકને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. કોરોનાની બીજી તરંગમાં, ઘણાબધા પત્રકારો કોરોનાનો શિકાર બન્યા છે. અને જેમાંના ઘણા જીવનની બાજી હારી પણ ગયા છે. કોવિડથી પોતાનો જીવ ગુમાવનારા પત્રકારોના પરિવાર માટે ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્ર સરકારે હવે દરેક પરિવાર માટે રૂ.5 લાખની રકમની જાહેરાત કરી છે. ભારત સરકારે કોરોનામાં જીવ ગુમાવનારા પત્રકારોના 67 પરિવારો માટે આર્થિક સહાયને મંજૂરી આપી છે.

છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસથી માર્યા ગયેલા પત્રકારોના પરિવારો આર્થિક સહાયની માંગ કરી રહ્યા હતા. આ મામલાની ગંભીરતા સમજીને કેન્દ્ર સરકારે ગુરુવારે મળેલી બેઠકમાં આર્થિક સહાયને પણ મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર 67 પત્રકારોના દરેક પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે, જેના માટે તેઓએ અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલી અરજીઓને ઝડપી બનાવવા માટે સાપ્તાહિક ધોરણે જેડબ્લ્યુએસ બેઠકો યોજવા સમિતિની પણ રચના કરવામાં આવી છે.

