અમદાવાદ,
અમદાવાદમાં સાયન્સ સીટી પાસે એક પશુપાલકે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી છે. પશુપાલકે છાણમાંથી છ ફૂટ ઉંચી મૂર્તિ તૈયાર કરી છે. મૂર્તિ બનાવનાર મૂર્તિકાર મગનભાઇએ જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયમાં પ્રદુષણનુ પ્રમાણ વધી ગયુ છે.
નદીઓમાં પીઓપીની મૂર્તિ વિસર્જન કરવાથી નદી પ્રદુષિત થાય છે..જેને કારણે ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. છાણમાંથી મૂર્તિ બનાવી છે.
જેનાથી વિસર્જન જલ્દી થઇ જાય છે. પ્રદુષણ પણ થતુ નથી. વિશેષમાં તેણે જણાવ્યુ હતુ કે, પુરાણોમાં કહેવાય છે ગાયનું છાણ પવિત્ર વસ્તુ છે તેથી ગાયના છાણમાંથી ગણપતિ બનાવવા શરૂઆત કરી છે. પૌરાણિક આસ્થા લુપ્ત થઇ ગઇ છે. તેને ફરીથી જીવતી કરવા માટેનું એક પ્રયાસ છે. આગામી સમયમાં વધુ મૂર્તિ બનાવાનો ઉદ્દેશ છે.
