મુંબઇ
રજનીકાંત અને અક્ષય કુમારની મચઅવેટેડ ફિલ્મ ‘2.0’નું ટીઝર આજે એટલે કે ગણેશજીના આગમન સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. 1.30 મિનીટના આ ટીઝર વીડીયોના એક-એક સીન કાબિલે તારીફ છે. આ ભારતની સૌથી મોંધી ફિલ્મ છે. ‘2.0’ ફિલ્મથી અક્ષય કુમાર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. જેમાં તેમનો રોલ નેગેટિવ છે. અક્ષય કુમાર ડોક્ટર રિચર્ડ એટલે કે ક્રાઉ મેનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને રોબોટ ચિટ્ટીની આ ફિલ્મમાં પરત જોવા મળશે.

અક્ષય કુમારે ગણેશ ચતુર્થીના દિવસે આ ફિલ્મનું ટીઝર તેમના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે. સાથે સાથે તેમને લખ્યું હતું કે- ‘ગણેશ ચતુર્થીના મોકા પર ભારતની સૌથી મોટી ફિલ્મનું શ્રી ગણેશ કરી રહ્યો છું. અચ્છાઈ અને બુરાઈના વચ્ચેની આ જંગ… કોણ કરશે ફેંસલો?’
જુઓ વીડીયો..
અહીં વાંચો 2.0ની શું છે ખાસિયતો..
સાઈન્સ ફિક્શન બેસ્ડ મુવીની સૌથી ખાસ વાત તેનું VFX વર્ક છે. જે જબરદસ્ત બન્યું છે. VFXના કારણે જ ઘણી વાર રિલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવ્યો હતો. VFXમાં હોલિવૂડ સ્ટેંડર્ડની ક્વાલીટી જોવા મળે છે. VFXનું કામ X-મેન અને માર્વલની સીરીઝની યાદ આપાવે છે. આમાં 3D અને 2Dમાં રિલીઝ કરવામાં આવશે.

VFX પર ખર્ચ થયા આટલા કરોડ..
અક્ષય કુમારે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે કે મેકર્સે VFX પર 544 કરોડ રૂપિયા ખર્ચ કાર્ય છે. મળતી માહિતી મુજબ મૂવીનું બજેટ 400-500 કરોડની આસપાસ છે. આ પહેલી વાર છે કે જયારે ભારતમાં કોઈ ફિલ્મમાં VFX પર આટલી રકમ ખર્ચ કરવામાં આવી હોય.

