Lifestyle Health Tips 2026: ઉનાળાની ઋતુમાં ભારતીય ઘરોમાં ભોજન પછી એક ગ્લાસ ઠંડી છાશ (Buttermilk) પીવી એ વર્ષો જૂની પરંપરા છે. છાશ શરીરને શાંત અને તાજું રાખવામાં અદભુત મદદ કરે છે. તેમાં પ્રોબાયોટિક્સ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણા જરૂરી વિટામિન્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. જો કે, આયુર્વેદ અને વિજ્ઞાન અનુસાર છાશ દરેક પ્રકૃતિના લોકો માટે યોગ્ય નથી હોતી. કેટલાક ખાસ રોગો કે શારીરિક સમસ્યાઓ ધરાવતા લોકો માટે તેનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પહેલા જાણી લો અમૃત સમાન છાશના મુખ્ય ફાયદા
છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ (ગુડ બેક્ટેરિયા) આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને ગેસ, કબજિયાત તેમજ એસિડિટીથી તાત્કાલિક રાહત આપે છે.
ગરમીની ઋતુમાં છાશ શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરે છે, જેથી હીટ સ્ટ્રોક (લૂ લાગવી) અને ડિહાઇડ્રેશનનું જોખમ ઘટી જાય છે.
છાશમાં ફેટ (ચરબી) નું પ્રમાણ ખૂબ ઓછું અને પોષક તત્વો વધુ હોય છે. તે પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજન ઉતારવામાં મદદ કરે છે.
તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે. સાથે જ તે શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) ને બહાર કાઢી લીવરને સાફ કરે છે.
ભૂલથી પણ આ લોકોએ Buttermilk ન પીવી જોઈએ
જો તમને નીચે મુજબની કોઈ સમસ્યા હોય, તો છાશનું (Buttermilk)સેવન કરવાથી બચવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ:
જો કોઈ વ્યક્તિને વારંવાર શરદી-ખાંસી થતી હોય કે ગળામાં ઈન્ફેક્શન કે દુખાવો હોય, તો તેમણે છાશ (Buttermilk)ન પીવી જોઈએ. તેની ઠંડી પ્રકૃતિ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.
તાવ (Fever) દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. આવા સમયે છાશ જેવી ઠંડી વસ્તુઓ પીવાથી વાયરલ ઈન્ફેક્શન વધી જવાનો ભય રહે છે.
જે લોકોને યુરિક એસિડ, સાંધામાં દુખાવો કે શરીરમાં વાયુ અને સોજાની તકલીફ હોય, તેમના માટે છાશ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે વાયુ દોષ વધારીને સાંધાનો દુખાવો તીવ્ર કરી શકે છે.
જો કોઈ દર્દીને કિડનીમાં પથરી હોય, ખાસ કરીને ‘ઓક્સાલેટ પથરી‘ હોય, તો તેમણે છાશ(Buttermilk) પીતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરનું માર્ગદર્શન લેવું જોઈએ.
આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર


