Lifestyle/ પ્રાઇવેટ પાર્ટ અને જાંઘ પરથી કાળાશ થશે આ ટિપ્સથી દૂર…આ પીળા પત્થરને ઘસો અને ફરક જુઓ..!

મહિલાઓના ગુપ્ત ભાગો શરીરના સૌથી સંવેદનશીલ ભાગો પૈકીના એક હોય છે. એના પર કેમિકલ વાળી ક્રીમ કે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો હાનિકારક સાબિત થઇ શકે છે…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle

Lifestyle: મહિલાઓમાં પ્રાઇવેટ પાર્ટમાં કાળાશ હોય એ સમસ્યા ઘણી સામાન્ય હોય છે. આ સંજોગોમાં સ્કિન (Skin)ને નિખારવા માટે એ કેટલીયે પ્રકારની ક્રીમ બજારમાંથી લઇ આવે છે. એમ છતાં ઘણી વાર સમસ્યા દૂર થતી નથી. જો તમે પણ આ સમસ્યાનું નિરાકરણ ઇચ્છો છો તો ડૉક્ટરે જણાવેલા આ નુસખા ફૉલો કરી શકો છો. તો ચાલો જાણીએ કાળાશની સમસ્યા (Blackness Problem) અને આ ટિપ્સ (Tips) વિશે વિસ્તારપૂર્વક…

પ્રાઇવેટ પાર્ટની કાળાશના કારણો

સામાન્યત: પ્રાઇવેટ પાર્ટની સ્કિન કાળી હોવી એ એક કુદરતી બાબત છે. આ ઉપરાંત, આ સમસ્યા હોર્મોન્સ (Hormons) બદલાવાથી, ટાઇટ કપડાં પહેરવાથી ઉદ્ભવતા ઘર્ષણ (Friction)થી, મેલેનિનના વધુપડતા પ્રોડક્શનથી (Excess Melanin), હાઇજીનની સંભાળ ન રાખવાથી, વધતી વયના કારણે (Aging)અથવા તો અમુક મેડીકલ કંડિશન જેમ કે પીસીઓએસ (PCOS) જેવા કારણોથી પણ આ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આ એક નોર્મલ બાબત છે અને કેટલાક કિસ્સાઓમાં ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન પણ આવી કાળાશ વધવી સંભવ છે.

શરીરના ગુપ્ત ભાગો (Private Parts) અને જાંઘની કાળાશ કોઇ મોટી તકલીફ નથી એમ છતાં, સ્ત્રીઓ ત્વચાની કાળાશ ઓછી થાય એનો પ્રયાસ કરતી હોય છે. રોગ સંબંધી વાત કરીએ તો એવું જવલ્લે જ બને છે કે, પ્રાઇવેટ પાર્ટની કાળાશ શરીરમાં ઘર કરી રહેલી કોઇ બીમારીને કારણે હોય! જો તમે પણ આને દૂર કરવા માગતા હો તો શું કરશો? આ માટે મહિલાઓ ક્લીનિંગથી માંડીને સ્કિન લાઇટનિંગ સુધી તમામ બ્યુટી કૅર (Cleaning, Skin Lightening) લેતી જોવા મળે છે. આ પ્રક્રિયામાં વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કેમિકલયુક્ત હોવાની પૂરી સંભાવના હોય છે.

કેમિકલ વાળી ક્રીમનો ઉપયોગ કેટલો સુરક્ષિત?

મોટા ભાગે એવું કહેવાય છે કે, મહિલાઓના ગુપ્ત ભાગો શરીરના સૌથી સંવેદનશીલ ભાગો પૈકીના એક હોય છે. એવામાં આવા સંવેદી ભાગો (Sensitive Parts) પર કેમિકલ વાળી ક્રીમ (Chemical Products) અથવા તો સુગંધિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો હાનિકારક (Harmful) સાબિત થઇ શકે છે. આવા પ્રોડક્ટ્સ વાપરવાથી પ્રાઇવેટ પાર્ટનું પીએચ લૅવલ (PH Level) બગડી શકે છે. આ ઉપરાંત, કેટલીયે જુદી જાતની તકલીફો ઊભી થઇ શકે છે. આ સંજોગોમાં જો બજારના તૈયાર પ્રોડક્ટ્સ ન લાવીએ તો આ કાળાશ શી રીતે દૂર થશે એવો સવાલ તમારા મનમાં ઉદ્ભવે એ સ્વાભાવિક છે. આનો જવાબ ત્વચાના નિષ્ણાત ડૉક્ટર પાસેથી જાણીશું.

શું કહે છે સ્કિન એક્સપર્ટ?

તબીબના મતે, કેમિકલ વાળા પ્રોડક્ટ્સના સ્થાને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે, જો પ્રાઇવેટ પાર્ટ સેન્સિટિવ હોય તો એના માટે કિચનમાં રહેલી વસ્તુઓ શી રીતે વાપરી શકાય? તમે સાચું વિચારી રહ્યાં છો. આ સંવેદી ત્વચા માટે કિચન (Kitchen)માં રહેલી ચીજવસ્તુઓ ન જ વાપરી શકાય પણ એક એવી વસ્તુ છે જે તમે જરુર વાપરી શકો એમ છો. જે કુદરતી (Natural) છે અને એની આડઅસરો (Side Effects) થવાની શક્યતા પણ નહિંવત્ હોય છે.

ત્વચાના નિષ્ણાત તબીબ (Skin Expert)ના જણાવ્યા મુજબ, આ માટે તમારે પીળો પત્થર (Yellow Stone) વાપરવાનો રહેશે. આ બીજું કશું નથી પણ મુલતાની માટી (Multani Mitti) છે!! ત્વચાને ઠંડક પ્રદાન કરવા ઉપરાંત એ પ્રાઇવેટ પાર્ટસનો રંગ બહેતર બનાવવામાં પણ મદદ કરે છે. તબીબના જણાવ્યાનુસાર, મુલતાની માટીને પલાળીને એનો લેપ બનાવી લેવો અને એને તમારા પ્રાઇવેટ પાર્ટ અને જાંઘની આસપાસ લગાવી લેવો. લગભગ 5 થી 10 મિનિટ રાખ્યા બાદ આ લેપને સારી રીતે ધોઇ લેવો. આ નુસખો તમારે અવાર-નવાર કરવાનો રહેશે અને એનાથી તમારી ત્વચાની રંગત સુધરતી જણાશે.

મુલતાની માટીના ફાયદા

મુલતાની માટી ત્વચાને અત્યંત બારીકાઇથી સ્વચ્છ કરે છે તથા સ્કિનની મૃત ત્વચા (Dead Skin Cells)ને દૂર કરવામાં મદદ મળે છે. એના નિયમિત ઉપયોગથી તમારી ત્વચાનો ટોન સાફ અને નિખારયુક્ત બની જશે. આ ઉપરાંત, ત્વચાના ડાઘા અને પિગમેન્ટેશન ઓછું થાય છે. મુલતાની માટી દ્વારા તમારી ત્વચામાં કુદરતી ચમક અને ઠંડક જણાય છે તથા એ હળવી, મુલાયમ અને તરોતાજા દેખાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કિડનીના રોગથી પીડિત લોકો કેમ નથી પીતા નારિયેળ પાણી, શું તમે જાણો છે એનું કારણ?

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!