Lifestyle/ યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!

તમારા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે? ડૉક્ટર્સના મતે, જ્યારે શરીરમાં પ્રોટીનની માત્રા વધુપડતી હોય ત્યારે, શરીરમાં જમા થયેલો કચરો ક્રિએટિનિન

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Lifestyle: શરીર માટે અત્યંત આવશ્યક એવા ઘટકો પૈકી એક છે પ્રોટીન! પરંતુ, શું તમે જાણો છો કે, એ તમારા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે? ડૉક્ટર્સના મતે, જ્યારે શરીરમાં પ્રોટીનની માત્રા વધુપડતી હોય ત્યારે, શરીરમાં જમા થયેલો કચરો ક્રિએટિનિન સંબંધી સમસ્યાઓ સર્જી શકે છે, જેના કારણે તમારી કિડની પરનું દબાણ વધી શકે છે.

શું છે આ પ્રોટીન?

આપણા શરીર માટે પ્રોટીન અત્યંત આવશ્યક ઘટક હોય છે જેનું કામ છે હાડકાં, ત્વચા, માંસપેશીઓ તથા અન્ય અંગોની પેશીઓના નિર્માણમાં મદદ કરવાનું! છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતમાં પ્રોટીન સપ્લિમેન્ટ્સની માંગ ઘણા અંશે વધી ગઇ છે. વિશેષ કરીને, જીમમાં જનારા અને બોડી બિલ્ડર બનવા માંગતા યુવાનો અને યુવાવસ્થાના ઉંબરે પહોંચેલા કિશોરોમાં આ ક્રેઝ વધી રહ્યો છે. નિશંકપણે, પ્રોટીન આપણા શરીર માટે એક અગત્યનું ઘટક છે પરંતુ, એને એટલી જ માત્રામાં લેવું જોઇએ જેટલી આપણા શરીરને જરુર હોય! એના સેવનમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ડૉક્ટરોનો શો મત છે?

પ્રોટીન સપ્લિમેન્ટ્સ શરીરમાં પ્રોટીન વૃદ્ધિ માટેની એક અસરકારક પદ્ધતિ છે. જીમમાં જતા યુવાનો, વજન ઘટાડવા માગતા લોકો અને એથલિટ્સ વગેરેમાં એનું સેવન વધ્યું છે. પરંતુ, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ અંગે સોશિયલ મીડિયા દ્વારા ભ્રામક પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભોળવાઇને મસલ્સ બનાવવા માટે ખૂબ વધારે માત્રામાં પ્રોટીન લેવું જરાય યોગ્ય નથી. જે લોકો ફિઝિકલી એક્ટિવ હોય છે કે શારીરિક શ્રમનું કાર્ય કરતા હોય એમણે પણ પ્રતિદિન, એમના વજનના પ્રત્યેક કિલોગ્રામ દીઠ 1.8 ગ્રામથી વધુ પ્રોટીનનું સેવન કરવું જોઇએ નહિં.

વધુપડતું પ્રોટીન કિડનીને બગાડે છે

બાળ રોગ વિશેષજ્ઞોના મતે, યુવાનો અને કિશોરોમાં હદથી વધારે પ્રોટીનનું સેવન અત્યંત ચિંતાજનક છે. આને પરિણામે, ઘણા યુવાનોમાં ક્રિએટિનિન સંબંધી સમસ્યાઓ સર્જાઇ રહી છે. એમનુ ક્રિએટિનિન 1.41 કે 1.5 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર સુધી પહોંચેલુ જોવા મળી રહ્યું છે. યુવાનોની કિડનીઓ ખરાબ થઇ રહી છે અને એનુ કારણ છે અંધાધૂંધ પ્રોટીનનું સેવન!

બાળકોની વાત કરીએ તો, 1 થી 3 વર્ષની ઉંમરથી બાળકોને શરીરના વજન અનુસાર, 1.05 ગ્રામથી 0.85 ગ્રામ પ્રોટીન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે અને આમ 20 ટકા કૅલરી પ્રોટીનમાંથી પ્રાપ્ત થાય છે. ડૉક્ટરના મતે, બાળકોએ દરરોજ 2 થી 2.5 ગ્રામથી વધુ પ્રોટીન લેવું આવશ્યક છે.

શું છે આ ક્રિએટિનિન?

શરીરની માંસપેશીઓના મેટાબોલિઝમ દ્વારા ઉત્પન્ન થનારા એક વેસ્ટ પ્રોડક્ટનું નામ છે ક્રિએટિનિન! જો એનુ સ્તર, 1.41 કે 1.5 મિલીગ્રામ પ્રતિ ડેસીલિટરથી વધુ હોય તો એ કિડની પર પ્રેશર પેદા કરે છે અને આ વધેલું સ્તર એ બાબતનો સંકેત છે કે, તમારી કિડનીઓ ક્ષતિગ્રસ્ત બની છે.

વધુપડતું ક્રિએટિનિન કેટલું જોખમી?

ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, 1.2 મિલીગ્રામ પ્રતિ ડેસીલિટર માત્રાનું સીરમ ક્રિએટિનિન પણ નોર્મલ લૅવલથી વધુ માનવામાં આવે છે. આપણા સ્વાસ્થ માટે આ લાલ સિગ્નલ છે જેને ગંભીરતાથી લઇને વ્યક્તિએ સત્વરે પોતાની કિડનીઓની તબીબી તપાસ કરાવવી જોઇએ. વળી, હાઈડ્રેશન વ્યવસ્થિત રીતે ન થવાથી પણ આ સમસ્યા વકરી શકે છે.

ડૉક્ટર્સ આ અંગે એવી સલાહ આપે છે કે, યુવાનોએ તેમના ડાયેટમાં પરિવર્તન કરવા ઉપરાંત બોડીને જરુરી હાઈડ્રેશન મળી રહે એ અંગે ધ્યાન આપવું જોઇએ અને ખાસ કરીને, જો તે હાઈ પ્રોટીન ડાયેટ લેતા હોય કે પછી ઘણો વધારે શારીરિક શ્રમ કરતા હોય તો નિયમિતરુપે કિડનીની તપાસ કરાવવી જોઇએ. સંતુલિત પોષણયુક્ત આહાર અને પોષણસંબંધી શારીરિક જરુરતોને સમજવાથી લાંબા ગાળે થનારી કિડનીને લગતી સમસ્યાઓને રોકી શકાય છે.

પ્રોટીન કેટલા પ્રમાણમાં લેવું જોઇએ

ડોક્ટર્સના મતે, દરેક વ્યક્તિની પ્રોટીનની જરુરિયાત જુદી-જુદી હોય છે. જે લોકો ફિઝિકલી એક્ટિવ હોય છે કે શારીરિક શ્રમનું કાર્ય કરતા હોય એમણે પણ પ્રતિદિન, એમના વજનના પ્રત્યેક કિલોગ્રામ દીઠ 1.8 ગ્રામથી વધુ પ્રોટીનનું સેવન કરવું જોઇએ નહિં. આ પ્રોટીન તમને વિવિધ પ્રકારની દાળ, ઈંડા, લીન મીટ તથા ડ્રાય ફ્રુટ્સ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે.

આ ઉપરાંત, ડૉકટર્સ એ બાબતમાં પણ સાવધ કરતા જણાવે છે કે, બાળકો અને ટીનએજ કિશોરોએ આપમેળે પ્રોટીન પાઉડરનું સેવન કરવું જોઇએ નહિં. આવું કેવળ ત્યારે જ કરવું જોઇએ જ્યારે તમારા શરીરમાં એની કમીના લક્ષણો દેખાય અને ડૉક્ટર તમને એ લેવાની સલાહ આપે!

પ્રોટીનના કુદરતી સ્ત્રોત

જો શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધે એવું તમે ઈચ્છતા હો તો એ માટે, વધારેમાં વધારે નેચરલ પ્રોટીન સોર્સ પર નિર્ભર રહેવું જોઇએ. અમુક શાકભાજી પણ પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે, જેમ કે પાલખ, બ્રોકલી અને મશરુમ જેવા ખાદ્ય પદાર્થોને આહારમાં સામેલ કરવાથી શરીરમાં પ્રોટીનની આપૂર્તિ કરી શકાય છે. તે ઘણા ખરા વિટામિન્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.

તમે તમારા ડાયેટમાં ઈંડા, ફિશ, મીટ તથા ડેરી પ્રોડક્ટ્સ જેવા કે દૂધ, દહીં, પનીર ઉપરાંત; વિવિધ પ્રકારની દાળો, ચણા, રાજમા અને સીંગદાણા અને અન્ય ફળીઓને આહારમાં સામેલ કરી શકો છો. વળી, બદામ, પિસ્તા, અખરોટ વગેરે ડ્રાયફ્રુટ્સ તથા તરબૂચ, ટેટી અને કોળાના બીજનું પણ સેવન કરી શકો છો. આ તમામ ચીજવસ્તુઓમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…