Not Set/ પ્રા. શાળામાં શિક્ષકોની બેદરકારી, બાળકો મનમોજી રખડી રહ્યા છે પરંતુ…

અમરેલી, અમરેલીના વડીયા પ્રાથમિક શાળામાં શાળા શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શાળાના શિક્ષકો દ્વારા શાળામાં પુરતુ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. શાળામાં બાળકો પાસે જ સાફ સફાઈ કરાવાતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. મહત્વનું છે કે વરસાદને કારણે શાળાની અગાસીમાં ગંદકીના થર જામ્યા છે. પરંતુ શાળા શિક્ષકો દ્વારા બાળકો દ્વારા તેની સાફ સફાઈ કરાવાતી […]

Top Stories Gujarat Trending

અમરેલી,

અમરેલીના વડીયા પ્રાથમિક શાળામાં શાળા શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શાળાના શિક્ષકો દ્વારા શાળામાં પુરતુ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. શાળામાં બાળકો પાસે જ સાફ સફાઈ કરાવાતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

મહત્વનું છે કે વરસાદને કારણે શાળાની અગાસીમાં ગંદકીના થર જામ્યા છે. પરંતુ શાળા શિક્ષકો દ્વારા બાળકો દ્વારા તેની સાફ સફાઈ કરાવાતી હોવાની વિગતો સામે આવી છે. સાથે શાળાના પરિસરમાં બાળકો આમ તેમ રખડી રહ્યા હોવાનુ સામે આવ્યું છે. તો કેટલાક બાળકો સ્કૂલની બહાર પત્તાની રમત રમતા પણ જોવા મળી રહ્યા છે.

શાળા શિક્ષકોને બેદરકારીને કારણે દેશનું  ભવિષ્ય અવળા રસ્તે જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો આ અંગે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો વધુ હકીકત સામે આવી શકે છે.