Ahmedabad News: અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા એક વેપારીએ સોફ્ટવેર ડેવલપમેન્ટના નામે ₹2.86 લાખની છેતરપિંડી (Ahmedabad Software Fraud) થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સુરતની આઈટી કંપની (Surat IT Company)ના ડિરેક્ટરે સોફ્ટવેર બનાવવાનો કરાર કર્યા બાદ સમયસર કામ પૂરું કર્યું નહોતું અને આપવામાં આવેલું ડેમો સોફ્ટવેર પણ યોગ્ય રીતે કામ કરતું નહોતું. આ મામલે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Ahmedabad Software Fraud: ₹3.70 લાખમાં સોફ્ટવેર બનાવવાનો કરાર
મળતી માહિતી મુજબ, ઘોડાસર (Ghodaasar News)માં રહેતા ઋષિક બારોટે પોતાની કંપની માટે ત્રણ પ્રકારનાં સોફ્ટવેર બનાવડાવવા સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા પ્રગતિ આઈટી પાર્ક સ્થિત ‘દુરવાસા ઈન્ફોટેક પ્રા. લિ.’ના ડિરેક્ટર દર્શન ચૌહાણનો સંપર્ક કર્યો હતો. મિત્ર મારફતે સંપર્ક થયા બાદ ડેશબોર્ડ, માર્કેટ પેલેસ અને ડિલિવરી ડ્રાઈવર માટે સોફ્ટવેર બનાવવાનો ₹3.70 લાખમાં કરાર થયો હતો. નવેમ્બર 2025 સુધીમાં કામ પૂરું કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
₹2.86 લાખ ચૂકવ્યા, છતાં સોફ્ટવેરમાં ખામી
ફરિયાદી વેપારીએ અલગ-અલગ હપ્તામાં કુલ ₹2.86 લાખ ચૂકવ્યા હતા. જોકે, ફરિયાદ મુજબ માર્ચ 2026માં આપવામાં આવેલા ડેમો સોફ્ટવેરમાં યોગ્ય રીતે કામગીરી થતી નહોતી. વેપારીએ ખામીઓ દૂર કરવાની માગ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં તેમણે કરાર રદ કરીને ચૂકવેલા રૂપિયા પરત માગ્યા હતા.
રૂપિયા પરત ન મળતાં પોલીસ ફરિયાદ
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રૂપિયા પરત માગતાં ડિરેક્ટરે નાણાં પાછા આપવાનો ઇનકાર કર્યો હતો અને ધમકીભર્યું નિવેદન પણ આપ્યું હતું. આ પછી વેપારીએ વટવા પોલીસ (Vatva Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે દર્શન ચૌહાણ સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સોફ્ટવેર કરાર, ચૂકવણીઓ અને બંને પક્ષો વચ્ચે થયેલા વ્યવહાર અંગેની વિગતો ચકાસવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં બાલી ટૂર ફ્રોડ: ₹11.38 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: સ્પામ કોલ અને છેતરપિંડી પર લાગશે લગામ? જાણો 1 નવેમ્બરથી શું બદલાશે
આ પણ વાંચો: ક્રિકેટરો સાથે કરોડોની છેતરપિંડી: પોન્ઝી સ્કીમ કેસમાં હાઈકોર્ટે CID ક્રાઇમ પાસે માગ્યો જવાબ
