Lifestyle: દરેક વ્યક્તિ એવું ઈચ્છતી જ હોય છે કે, એની ત્વચા હંમેશાં સ્વચ્છ, ઉજળી અને ચમકદાર લાગે! આવી ગ્લૉઇંગ સ્કિન મેળવવા માટે લોકો તમામ પ્રકારના પ્રયોગો અપનાવે છે, જેમાંથી એક છે બ્લીચનો ઉપયોગ! જે લોકો ફેશિયલ હૅરને દૂર નથી કરાવતા એ લોકો એમને છુપાવવા માટે બ્લીચનો ઉપયોગ કરે છે. એનાથી ચહેરાની રુંવાટીનો રંગ ઝાંખો ભૂખરો કે સોનેરી થઈ જાય છે અને સ્કિનમાં ઇન્સન્ટ બ્રાઇટનેસ આવી જાય છે. ખાસ કરીને, પાર્ટી અથવા કોઈ ખાસ પ્રસંગ કે તહેવાર પહેલા, ચહેરા પર તાત્કાલિક ફેરનેસ મેળવવા માટે, ઘણા લોકો બ્લીચ કરતા હોય છે. પરંતુ, અમુક વખતે બ્લીચિંગ કર્યા બાદ ચહેરા પર બળતરા, ખંજવાળ કે સોય ભોંકાવા જેવી ઝીણી વેદના અનુભવાય છે. એનાથી તમારી ત્વચા પર લાલ ચકામા પડી જાય છે અને એ તમને બેચેન કરી મૂકે છે. જો તમારી ત્વચા પણ બ્લીચ માટે સંવેદનશીલ છે અને તમને પણ આવી તકલીફ થાય છે તો આ લેખ તમારે વાંચવો જ રહ્યો! સ્કિન ઍન્ડ બ્યુટી એક્સપર્ટ ના મતે, આ સમસ્યાનું સમાધાન અત્યંત સરળ છે. તો ચાલો, હવે આગળ એ વિશે જાણીશું.
બ્લીચથી બળતરા થાય તો શું કરશો?
સ્કિન ઍન્ડ બ્યુટી એક્સપર્ટના મતાનુસાર, જો ચહેરા પર બ્લીચ કર્યા પછી તમને બળતરા કે દાહનો અનુભવ થાય તો, સત્વરે તમે આ બે ટિપ્સને ફૉલો કરીને એમાં રાહત મેળવી શકો છો. તો ચાલો, જાણીશું આ ટિપ્સ વિશે-

ટિપ નંબર- 1 આઇસ ક્યુબનો ઉપયોગ કરો
બ્યુટી એક્સપર્ટના મતે, સૌથી પહેલા આઇસ ક્યુબને હાથમાં લઇને ચહેરાના જે ભાગમાં બળતરા થઇ રહી હોય ત્યાં સીધો જ ઘસવો. બરફથી ત્વચાને ઠંડક મળે છે અને બળતરા ઓછી થઇ જાય છે. વળી, એને લગાવવાથી તરત જ સ્કિનને રાહત મળે છે અને સોજો પણ નથી આવતો.

ટિપ નંબર- 2 ઠંડુ દૂધ લગાવવું
બીજો સરળ નુસખો છે ઠંડુ દૂધ! ફ્રિઝમાંથી થોડુ ઠંડુ દૂધ કાઢીને રુ(કૉટન)ની મદદથી આખા ચહેરા પર લગાવી દો. લગભગ 10 મિનિટ સુધી એને ચહેરા પર રહેવા દો. દૂધમાં કુદરતી ઠંડક આપતા ઘટકો(નેચરલ કુલિંગ પ્રોપર્ટીઝ) હોય છે, જે સ્કિનને સૉફ્ટ બનાવે છે અને બળતરાને શાંત કરે છે.
સ્કિન ઍન્ડ બ્યુટી એક્સપર્ટનું કહેવું છે કે, જો તમે બ્લીચ કર્યા બાદ તરત જ આ બેમાંથી કોઈ પણ એક નુસખો અપનાવશો તો, તમને બળતરાથી રાહત મળશે એટલું જ નહિં પરંતુ, બ્લીચનું પરિણામ પણ ચહેરા પર નિખરીને દેખાશે.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
