Lifestyle/ લાંબા સમય સુધી યુરીન રોકી રાખવું અત્યંત હાનિકારક, આ 5 કુટેવો કરશે કિડનીને નુકસાન..!

દેશના વિખ્યાત યુરોલૉજિસ્ટ ડૉક્ટરે લોકો દ્વારા સવારે જાણ્યે-અજાણ્યે કરવામાં આવતી એવી 5 બાબતો અંગે ધ્યાન દોર્યું છે કે જેનાથી તમારી કિડનીને નુકસાન થઇ શકે છે…

Trending Health & Fitness Lifestyle

Lifestyle: કિડની (Kidney) એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ (Organ) છે જે શરીરમાં ઉત્પન્ન થનારા વિષાર્ધ પદાર્થો (Toxins), વધારાના પ્રવાહી અને કચરાને બહાર ફેંકે છે. આથી જ કિડનીનું ધ્યાન રાખવું એ પ્રાથમિક આવશ્યકતા છે. અહિં અમે તમને એવી 5 કુટેવો (Bad Habits) વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેનાથી તમારી કિડનીને નુકસાન પહોંચી શકે છે.

રોજીંદા જીવનમાં આપણે એવી કેટલીય વસ્તુઓ કરીએ છીએ અને કેટલીયે ખાણી-પીણીની કુટેવો જાણ્યે-અજાણ્યે ધરાવતા હોઇએ છીએ કે જેની સીધી અસરો આપણા શરીર અને એના અગત્યના અંગો પર પડે છે. વિશેષ રુપે, સવારની કેટલીક ટેવો આપણા લીવર (Liver), કિડની અને પાચન તંત્ર (Digestive System)ને પ્રભાવિત કરે છે. અહિં અમે તમને એવી અમુક કુટેવો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે, તમારી કિડનીને તમારી જાણ બહાર સાઇલેન્ટલી નુકસાન પહોંચાડી શકે છે. તમારી સવારનો નિત્યક્રમ (Morning Routine) અને સવારની શરુઆત તમે શું ખાઇ-પીને કરો છો એ ખૂબ મહત્વનું છે.

આ 5 કુટેવોનો ત્યાગ કરો

કેટલીક મામૂલી જણાતી બાબતો તમારી કિડનીને શી રીતે ડૅમેજ કરી શકે છે એ વિશે દેશના એક વિખ્યાત ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક યુરોલૉજિસ્ટ ડૉક્ટરે (Urologist Doctor) લોકો દ્વારા સવારે જાણ્યે-અજાણ્યે કરવામાં આવતી એવી 5 બાબતો અંગે ધ્યાન દોર્યું છે કે જેનાથી તમારી કિડનીને નુકસાન થઇ શકે છે.

નિષ્ણાત તબીબની સલાહ અનુસાર, અમુક બાબતોનું પાલન કરીને તમે તમારી કિડનીને સુરક્ષિત બનાવી શકો છો. જીવનમાંથી આ 5 કુટેવોનો ત્યાગ કરવાથી તમે સવારથી લઇને આખો દિવસ ચુસ્ત-દુરસ્ત અને ઊર્જાવાન (Energetic) બની રહેશો!

1. સવારમાં પાણી ન પીવું

નિષ્ણાતના મતે, આખી રાત ભૂખ્યું રહેલું આપણું શરીર તથા કિડની ડિહાઇડ્રેટેડ થઇ જાય છે અને એને સર્વ પ્રથમ પાણી (Water)ની આવશ્યકતા હોય છે. જો તમે ઊઠીને સીધી જ ચા કે કૉફી (Tea-Coffee) પીશો તો એ સ્વાસ્થ્ય માટે યોગ્ય બાબત નથી. સવારે નરણા કોઠે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું શ્રેષ્ઠ રહેશે. તમે એકથી લઇને ચાર ગ્લાસ પાણી પી શકો છો.

2. સવારમાં નાસ્તો ન કરવો

નિષ્ણાત ડૉક્ટરના જણાવ્યાનુસાર, “હું અંગત રીતે મારા દિવસની શરુઆત પ્રોટીનસભર હૅલ્ધી બ્રેકફાસ્ટ (Healthy Breakfast)થી કરવાની સલાહ આપુ છું. નાસ્તો ન કરવાથી વધુપડતાં મીઠાં વાળા (Salted) ખાદ્ય પદાર્થો ખાવાની લાલસા અને ટેવ પડે છે જેથી શરીરમાં વધારાનું સોડિયમ જમા થાય છે જેથી તમારી કિડની પર દબાણ આવી શકે છે.”

3. સવારે પેટ સાફ ન કરવું

આખી રાત યુરીન રોકી રાખવાના કારણે તમારું બ્લેડર અગાઉથી જ ફૂલેલું હોય છે અને એ ખાલી થવાની રાહ જોતું હોય છે. આથી સવારે કે આખો દિવસ પેશાબ (Urine)ને વધુ સમય રોકી રાખવો જોઇએ નહિં.

4. ભૂખ્યા પેટે પેઇન કિલર લેવી

જો પેઇન કિલરનું સેવન વિવેકબુદ્ધિથી ન થાય તો એ તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. પેટ ખાલી હોય અને તમે પેઇન કિલર (Pain Killer) લો તો કિડનીને ડેમેજ (Kidney Damage) થવાની સંભાવનાઓ વધી જાય છે. આથી હર હંમેશાં ડૉક્ટરની સલાહ માનવી અને ભોજન, દૂધ કે પાણી વગેરે સાથે પેઇન કિલર લેવી જોઇએ.

5. વ્યાયામ કર્યા બાદ પાણી ન પીવું

સવાર-સવારમાં કસરત કરવી એ એક સ્વસ્થ આદત છે પણ એ કર્યા બાદ પાણી પીવું પણ એટલું જ જરુરી છે. તમારા શરીરમાં ઉત્પન્ન થનારા વિષાર્ધ પદાર્થોને બહાર કાઢવામાં પાણી મદદરુપ છે અને એ ડિહાઇડ્રેશન (Dehydration)ને પણ અટકાવે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કિડનીના રોગથી પીડિત લોકો કેમ નથી પીતા નારિયેળ પાણી, શું તમે જાણો છે એનું કારણ?

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!