National News/ રૂ.379ના ઓર્ડર પર રૂ.744 ડિલિવરી ચાર્જ! વાયરલ સ્ક્રીનશોટ જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું- ‘ખાવાનું પ્લેનમાં મોકલશો?’

Food Delivery Charges: રૂ.379ના ફૂડ ઓર્ડરનું બિલ રૂ.1,306 થતાં સોશિયલ મીડિયા પર વાયરલ સ્ક્રીનશોટ ચર્ચામાં આવ્યો. રૂ.744 ડિલિવરી ચાર્જ જોઈ યુઝર્સે સવાલો ઉઠાવ્યા.

Top Stories Trending
Food Delivery Charges: રૂ.379ના ફૂડ ઓર્ડર પર રૂ.744 ડિલિવરી ચાર્જ!

Food Delivery News: ઓનલાઈન ફૂડ ડિલિવરી હવે લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની ગઈ છે. જોકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કથિત સ્ક્રીનશોટે ફૂડ ડિલિવરીના વધારાના ચાર્જને (Food Delivery Charges) લઈને ચર્ચા જગાવી છે. દાવા મુજબ, રૂ.379ના ફૂડ ઓર્ડર પર રૂ.744 ડિલિવરી ચાર્જ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે કુલ બિલ રૂ.1,300થી વધુ પહોંચી ગયું હતું.

Food Delivery Charges: રૂ.379ના ઓર્ડરનું બિલ રૂ.1,306 થયું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Rudra_pvt_ નામના યુઝરે કથિત ઓર્ડરનો સ્ક્રીનશોટ (Viral Screenshot) શેર કર્યો હતો. તેમાં રૂ.379ના ફૂડ ઓર્ડર સાથે વિવિધ ચાર્જ ઉમેરવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. સ્ક્રીનશોટ મુજબ રૂ.19 પેકેજિંગ ચાર્જ, રૂ.14.90 પ્લેટફોર્મ ફી, રૂ.149.50 GST અને રૂ.744 ડિલિવરી ચાર્જ ઉમેરાયા હતા. આ તમામ ચાર્જ બાદ કુલ બિલ રૂ.1,306.40 થયું હતું. ડિસ્કાઉન્ટ બાદ પણ યુઝરે રૂ.1,166 ચૂકવવાના હતા.

‘ખાવાનું પ્લેનમાં મોકલશો?’

આટલો મોટો ડિલિવરી ચાર્જ જોઈને યુઝરે કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, ‘શું ઓર્ડરની ડિલિવરી ફ્લાઇટથી કરવામાં આવશે?’ પોસ્ટ વાયરલ થયા બાદ અન્ય યુઝર્સે (Online Food Order) પણ આટલા ઊંચા ચાર્જ સામે સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક યુઝર્સે કહ્યું કે આટલા પૈસામાં તો વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જઈને જ ભોજન કરી શકે. અન્ય લોકોએ ફૂડ ડિલિવરીમાં લાગતા પેકેજિંગ, પ્લેટફોર્મ અને ડિલિવરી ચાર્જ પર મર્યાદા હોવી જોઈએ તેવી પ્રતિક્રિયા આપી હતી.

વાયરલ સ્ક્રીનશોટની સચ્ચાઈ પર પણ સવાલ

જોકે, આ સમગ્ર મામલે મહત્વની બાબત એ છે કે વાયરલ સ્ક્રીનશોટની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. જેથી મંતવ્ય ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેમાં દર્શાવાયેલા (Social Media Viral) ચાર્જને લઈને શંકા વ્યક્ત કરી છે અને સ્ક્રીનશોટમાં કોઈ ટેકનિકલ ભૂલ, એડિટિંગ અથવા અન્ય કારણ હોવાની શક્યતા પણ જણાવી છે. તેથી રૂ.744નો ડિલિવરી ચાર્જ ખરેખર વસૂલવામાં આવ્યો હતો કે નહીં તે અંગે હાલ ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકાય તેમ નથી.


આ પણ વાંચો: કુદરતી આપત્તિઓ પર બનેલી પ્રખ્યાત ફિલ્મો; આ ફિલ્મોમાં દેખાયો કુદરતનો પ્રકોપ

આ પણ વાંચો: કેન્સરના દર્દીઓ માટે રાહત…અમેરિકામાં દવાને મળી મંજૂરી…એક મહિનાનો ડોઝ 38 લાખ રુપિયામાં પડશે!!

આ પણ વાંચો: એકસાથે છ કોસ્મેટિક સર્જરી બાદ બ્રાઝિલની 51 વર્ષીય આંદ્રેયા વિએરા ગેસ્પારનો કરુણ અંજામ…