Lifestyle: અમેરિકી ખાદ્ય તથા ઔષધિ પ્રશાસન (FDA) દ્વારા રિવોલ્યૂશન્સ મેડિસિન્સની એક કેન્સરની નવી દવા (Cancer Medicine) ‘રાસોંક’ ને મેટાસ્ટૅટિક પેન્ક્રિયાટિક કેન્સર (Pancreatic cancer)ના ઈલાજ માટે મંજૂરી પ્રાપ્ત થઈ ચૂકી છે. એક મોટા ટ્રાયલમાં આ દવા એડવાન્સ સ્ટેજના દર્દીઓના જીવિત રહેવાની ટકાવારીને આશરે બમણી કરવામાં સફળ સાબિત થઈ છે. આ ગોળી દિવસમાં એક વાર લેવાની હોય છે અને જે કિમોથેરાપી ન લઈ શકતા હોય એ દર્દીઓ અથવા તો અગાઉ ઈલાજ કરાવી ચૂકેલા દર્દીઓ માટે મહત્વપૂર્ણ સંશોધન સાબિત થયું છે.
કંપનીએ એની 30 દિવસની સપ્લાયની કીમત 39,800 ડૉલર નિશ્ચિત કરી છે જે હાલના ભારતીય ચલણ અનુસાર લગભગ 38 લાખ રુપિયા જેટલી છે! આટલી મોંઘી દવા હોવા છતાં કંપનીએ દર્દીઓ માટે આર્થિક મદદની પણ જાહેરાત કરી છે.

કેન્સરના દર્દીનો અનુભવ (Cancer Medicine Experience)
કેલિફોર્નિયાના ફૂલર્ટનની 88 વર્ષીય બાર્બરા એન્ડિસ કેન્સરની પેશન્ટ (Cancer Patient) હોવાથી એક વર્ષની કીમોથેરાપી (Chemotherapy) બાદ એણે જુલાઈમાં આ દવા શરુ કરી હતી અને એણે જણાવ્યું કે, આ ગોળી (Cancer Medicine)ના કારણે તે પોતાના રોજબરોજના કાર્યો ફરીથી શરુ કરી શકી છે. થાક અને ગભરામણ જેવી સમસ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે. મહિલાએ જણાવ્યાનુસાર, આ દવા એના જેવા હજારો પીડિતો માટે ઉપલબ્ધ થશે એ કોઈ વરદાનથી કમ નથી!
આ દવા FDA ની નવી એક્સપેડાઈટેડ રિવ્યૂ પ્રક્રિયાનો એક ભાગ હતૂ જેમાં મંજૂરીનો સમય સામાન્ય 10-12 મહિનાથી ધટાડીને 1-2 મહિના કરી દેવાયો હતો. રિવોલ્યૂશન (Revolutions Medicines, America) ના CEO માર્ક ગોલ્ડસ્મિથના જણાવ્યાનુસાર, આ મંજૂરી પેન્ક્રિયાટિક કેન્સર, વિશેષ કરીને RSS-Driven બીમારી પર એક દાયકા અર્થાત્ દસ વર્ષથી વધુ સમયના કાર્યને સાચું સાબિત કરે છે. આ મેડાકલ સાયન્સના સૌથી મુશ્કેલ પડકારો પૈકીનો એક હતો.

અમેરિકામાં રેકોર્ડ કમાણી વધશે
RBC કેપિટલ માર્કેટ્સના વિવેચકનું કહેવું છે કે, Cancer Medicine ને ઝડપથી મંજૂરી મળવાથી અને ‘Expanded Access Program’માં અગાઉથી જ સામેલ 2,000થી વધુ દર્દીઓના કારણે ત્રીજા ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં પેન્ક્રિયાટિક કેન્સરથી થનારી કમાણી 28 મિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે!!
ચોથા ત્રિમાસિક ગાળામાં આ વેચાણ (Cancer Medicine Sell) 148 મિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. લાંબા સમય સુધીનું અનુમાન લગાવતા એનાલિસ્ટનું કહેવું છે કે આ દવાનું વર્ષભરમાં $ 11.5 બિલિયનનું વેચાણ થઈ શકે છે. અમેરિકન કેન્સર સોસાયટીનું અનુમાન છે કે, આ વર્ષો આશરે 67,350 દર્દીઓમાં પેન્ક્રિયાટિક કેન્સર અંગે જાણ થવાની સંભાવના છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: બજેટ 2026માં કેન્સરની દવાઓ સસ્તી અને આયુષ્માન ભારત માટે કરોડોની જાહેરાત
આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!
આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો
