Tech News : સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. બાળકો અને સગીરોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ખતરનાક લત લગાવવાના આક્ષેપોથી ઘેરાયેલી દિગ્ગજ ટેક કંપની મેટા (Meta Settlement) એ આખરે અમેરિકી અદાલતો સામે ઝૂકવું પડ્યું છે. વર્ષોથી ચાલી રહેલા કાનૂની વિવાદનો અંત લાવવા માટે મેટા 18 બિલિયન ડોલર (લગભગ ₹1.7 લાખ કરોડ) નો જંગી વળતરનો દંડ ભરવા અને પોતાના પ્લેટફોર્મ્સમાં બાળકોની સુરક્ષા માટે મૂળભૂત ફેરફારો કરવા સંમત થઈ છે. આ નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા (Social Media)ના ઉપયોગને લઈને એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે.
Meta Settlement : દિગ્ગજ ટેક કંપની મેટાનો ઐતિહાસિક કરાર
વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની મેટા પર અમેરિકાના 48 રાજ્યો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ જાણીજોઈને અલ્ગોરિધમ અને ફીચર્સ (Algorithm and Features)એવા ડિઝાઇન કર્યા હતા જેથી બાળકો (Children)કલાકો સુધી એપ સાથે ચોંટેલા રહે. આ કેસનો અંત લાવવા મેટા 10 વર્ષના સમયગાળામાં 18 બિલિયન ડોલરની રકમ ચૂકવશે. જેમાં કેલિફોર્નિયા રાજ્યને સૌથી મોટો હિસ્સો (ઓછામાં ઓછા 1.5 બિલિયન ડોલર) મળશે. આ ફંડનો ઉપયોગ બાળકો માટે ડિજિટલ સાક્ષરતા, કાઉન્સિલિંગ અને આફ્ટર-સ્કૂલ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમો ચલાવવા માટે કરવામાં આવશે.
બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર
અદાલતી સુનાવણી દરમિયાન સાબિત થયું હતું કે ‘અનલિમિટેડ સ્ક્રોલિંગ’, ‘લાઈક બટન’ અને સતત આવતા ‘પુશ નોટિફિકેશન’ જેવા ફીચર્સ બાળકોના મગજના વિકાસ પર વિપરીત અસર કરે છે. જેના કારણે કિશોરોમાં ડીપ્રેશન, ચિંતા, ઊંઘ ન આવવી અને ઈટિંગ ડિસઓર્ડર જેવી ગંભીર સમસ્યાઓ વધી રહી હતી. કેલિફોર્નિયાના અટોર્ની જનરલ રોબ બોન્ટાએ આ સમજૂતીને બાળકોની સુસંગત સુરક્ષા માટે એક ઐતિહાસિક જીત ગણાવી છે.
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આવશે આ 5 મોટા બદલાવ
કોર્ટ સાથે થયેલા કરાર મુજબ મેટાએ પોતાના પ્લેટફોર્મ્સ પર તાત્કાલિક અસરથી કડક સુરક્ષા નિયમો લાગુ કરવા પડશે
- દૈનિક 2 કલાકની સમય મર્યાદા: કિશોરો માટે દિવસમાં મહત્તમ 2 કલાકનો ઉપયોગ બાય ડિફોલ્ટ સેટ થશે, જેને માત્ર માતા-પિતાની મંજૂરીથી જ વધારી શકાશે.
- શાળાના સમયમાં નોટિફિકેશન પર પ્રતિબંધ: અભ્યાસના કલાકો દરમિયાન બાળકોના ફોન પર કોઈ પુશ નોટિફિકેશન મોકલી શકાશે નહીં.
- લાઈક્સની સંખ્યા છુપાવવી: બાળકોમાં સરખામણીની લાગણી અને માનસિક તણાવ ઘટાડવા પોસ્ટ પર મળતી લાઈક્સની સંખ્યા છુપાવવાનો વિકલ્પ મળશે.
- નાઈટ મોડ અને ઓટો-બ્રેક: મોડી રાત્રે એપના વધુ પડતા ઉપયોગને રોકવા માટે સ્વચાલિત નાઈટ મોડ બ્રેક લાગુ કરવામાં આવશે.
- હાનિકારક કન્ટેન્ટ પર રોક: બુલિંગ, બોડી શેમિંગ, ઈટિંગ ડિસઓર્ડર અને સ્વ-નુકસાન પહોંચાડતા કન્ટેન્ટને બાળકોની ફીડમાંથી સંપૂર્ણપણે હટાવી દેવાશે.
TikTok અને YouTube સામે મેટાએ મૂકી શરત
આ સમજૂતીમાં એક રસપ્રદ વળાંક આપતાં મેટાએ શરત મૂકી છે કે કુલ રકમમાંથી 30% રકમ (લગભગ 5.3 બિલિયન ડોલર) ત્યારે જ રિલીઝ કરવામાં આવે જ્યારે તેની સ્પર્ધક કંપનીઓ TikTok અને YouTube પણ આ પ્રકારના સુરક્ષા નિયમો પોતાના પ્લેટફોર્મ પર લાગુ કરે. મેટાનું માનવું છે કે જો સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે એકસમાન નિયમો નહીં હોય, તો બાળકો એક એપ છોડીને બીજી એપ તરફ વળી જશે. બીજી તરફ, ન્યૂ મેક્સિકો અને ફ્લોરિડા જેવા રાજ્યોએ આ રકમને બાળકોને થયેલા નુકસાન સામે ખૂબ નાની ગણાવીને કરારનો અસ્વીકાર કર્યો છે.
આ પણ વાંચો :કુકૂ કોહલીનું નિધન: અજય દેવગણના મેન્ટોરને ગુમાવતાં બોલિવૂડમાં શોકની લાગણી
આ પણ વાંચો :Toxic Review: યશની ફિલ્મમાં એક્શન અને સ્ટાઇલ તો છે, પરંતુ વાર્તા કેટલી અસરકારક?
આ પણ વાંચો :પ્રખ્યાત ગાયિકા અને 11 વખત ગ્રેમી વિજેતા ડોલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન; સંગીત જગતમાં શોક
