Tech & Auto News : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (OpenAI ) ના ક્ષેત્રમાં એક નવો યુગ શરૂ થયો છે. સેન ફ્રાન્સિસ્કો સ્થિત OpenAI સંસ્થાએ તેનું સૌથી શક્તિશાળી AI મોડેલ ‘GPT-6 Astra’ વિધિસર રીતે માર્કેટમાં ઉતાર્યું છે. માનવ સમકક્ષ તર્કશક્તિ અને નિર્ણય લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા આ મોડેલના આગમન સાથે જ ટેક જગતમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI) ની શરૂઆત અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે, આ ટેકનોલોજી સમગ્ર AI ક્ષેત્રની દિશા બદલી નાખશે. સિસ્ટમને વધુ સુરક્ષિત રાખવા માટે તેમાં મજબૂત સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
OpenAI : કોને મળશે એક્સેસ અને શું છે કિંમત?
હાલમાં આ નવીનતમ મોડેલ OpenAI ના ડેબ્રેક પ્રોગ્રામ હેઠળ નોંધાયેલા વ્યાવસાયિક ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. બ્લોગ પોસ્ટ અનુસાર, ટૂંક સમયમાં જ ChatGPT Plus, Pro, Business અને Enterprise યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે. આ સિવાય, ડેવલપર્સ માટે OpenAI API અને એમેઝોન વેબ સર્વિસિસ (AWS) ના માધ્યમથી તેને એક્સેસ કરવાની સુવિધા આપવામાં આવશે, પરંતુ ફ્રી કે સસ્તા પ્લાન ધરાવતા સામાન્ય ગ્રાહકો આ સુવિધાથી વંચિત રહેશે. કિંમતની વાત કરીએ તો, API માધ્યમથી ઇનપુટ ટોકન્સ માટે પ્રતિ મિલિયન $10 અને આઉટપુટ ટોકન્સ માટે $50 નો ચાર્જ નક્કી કરાયો છે.
6 કલાકનું કામ માત્ર 10 મિનિટમાં, સુરક્ષા પર વિશેષ ધ્યાન
સંસ્થાના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેને જણાવ્યું હતું કે નવી સિસ્ટમમાં સુરક્ષા વ્યવસ્થાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. GPT-6 Astra વેબસાઇટ ડેવલપમેન્ટ, ડેટા એનાલિસિસ, રમતો બનાવવી, કોડિંગ અને સાયબર સિક્યોરિટી જેવા જટિલ કાર્યો જાતે જ હેન્ડલ કરી શકે છે. ઉદાહરણ તરીકે, એપાર્ટમેન્ટ શોધવા જેવી લાંબી પ્રક્રિયા, જેમાં પહેલાં છ કલાક જેટલો સમય જતો હતો, તે આ મોડેલે દસ મિનિટથી પણ ઓછા સમયમાં પૂરી કરી બતાવી છે.
પરફોર્મન્સ ટેસ્ટમાં શ્રેષ્ઠ અને સાયબર સુરક્ષામાં ઉપયોગી
જૂના મોડેલ્સની તુલનામાં એસ્ટ્રા 47% ઝડપથી કોમ્પ્યુટેશનલ કાર્યો પૂર્ણ કરે છે. આ સિવાય OSWorld 2.0 અને ARC-AGI-3 જેવા આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ટેસ્ટિંગમાં પણ તેણે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું છે. CEO સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં સાયબર હુમલાઓ સામે ગ્લોબલ સિક્યોરિટીને મજબૂત કરવા માટે આવા અત્યાધુનિક AI સાધનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો :ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત
આ પણ વાંચો :એપલમાં મોટા નેતૃત્વ પરિવર્તન: ટિમ કૂક બાદ જોન ટર્નસે સંભાળી CEOની જવાબદારી
આ પણ વાંચો :સેમસંગે લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન Galaxy S26 FE; જાણો કિંમત, અને તમામ સ્પેસિફિકેશન્સ
