Tech News/ સેમસંગે લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન Galaxy S26 FE; જાણો કિંમત, અને તમામ સ્પેસિફિકેશન્સ

સેમસંગે વૈશ્વિક સ્તરે $699 માં Galaxy S26 FE લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 50MP કેમેરા, Exynos 2500 પ્રોસેસર અને 4,900mAh બેટરી આપવામાં આવી છે.

Tech & Auto
Samsung Galaxy S26 FE launched in the market

Tech & Auto : દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે તેની લોકપ્રિય Flagship S-સિરીઝનો નવો સભ્ય Galaxy S26 FE (Samsung Galaxy S26 FE) વૈશ્વિક સ્તરે લોન્ચ કરી દીધો છે. 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિઅન્ટની કિંમત 699 યુએસ ડોલર (લગભગ ૬૬,૦૦૦) રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં 4 સપ્ટેમ્બરથી આ હેન્ડસેટનું વેચાણ શરૂ થઈ રહ્યું છે, જોકે ભારતીય બજાર માટેની સત્તાવાર કિંમતની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Samsung Galaxy S26 FE : પાવરફુલ Exynos 2500 પ્રોસેસર

સેમસંગના આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 6.7-ઈંચની Full-HD+ Dynamic AMOLED 2X સ્ક્રીન આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1900 નિટ્સની પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. પરફોર્મન્સ માટે 3nm પ્રોસેસ પર તૈયાર કરાયેલ પાવરફુલ Exynos 2500 (Exynos 2500)પ્રોસેસર સાથે 8 GB રેમ અને 512 GB સુધીનો વિશાળ સ્ટોરેજ ઓપ્શન મળે છે. આ ફોન Android 17 આધારિત લેટેસ્ટ One UI 9 પર કામ કરે છે અને વોટર તથા ડસ્ટ રેસિસ્ટન્સ માટે IP68 રેટિંગ ધરાવે છે.

OIS સપોર્ટ સાથે 50MP ટ્રિપલ કેમેરા અને 45W ચાર્જિંગવાળી 4,900mAh બેટરી

ફોટોગ્રાફીના શોખીનો માટે રિયર પેનલ પર OIS ધરાવતો 50MP પ્રાઇમરી કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 3 x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટેડ 8 MP ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 12 MP કેમેરા ઉપલબ્ધ છે. આ ડિવાઇસને પાવર આપવા 4900 mAhની બેટરી આપવામાં આવી છે, જે 45 W વાયર્ડ અને 15 W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. માત્ર 7.4 mm પાતળો આ સ્માર્ટફોન 5G, Wi-Fi 6E, Bluetooth 5.4 અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે.


આ પણ વાંચો :જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી

આ પણ વાંચો :એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો

આ પણ વાંચો :એપલનો નવો ધમાકો; ટૂંક સમયમાં લોન્ચ થશે કેમેરાથી સજ્જ એરપોડ્સ