જો તમે પણ WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ત્રણ મહિનામાં જ વોટ્સએપે ભારતમાં 22 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હોટ્સએપે આ કાર્યવાહી પોલિસીના ઉલ્લંઘનને લઈને કરી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ સમાન સમયગાળા દરમિયાન બમણો છે. આ આંકડાઓ સાયબર કૌભાંડના વધતા જતા કિસ્સાઓ તરફ પણ ઈશારો કરે છે.
WhatsAppના માસિક અહેવાલ મુજબ, આ ભારતીય WhatsApp એકાઉન્ટ્સ સામેની કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021ના નિયમ 4(1)(d) અને નિયમ 3A(7) હેઠળ લેવામાં આવી હતી.
વોટ્સએપ દ્વારા પ્રતિબંધિત એકાઉન્ટ્સ સ્પામિંગ અને અન્ય ગેરરીતિઓમાં સામેલ હતા. આ એકાઉન્ટ્સમાંથી સ્પામ સંદેશા મોકલવામાં આવ્યા હતા. આ સિવાય લોકોને અશ્લીલ અને ધમકીભર્યા મેસેજ મોકલવા માટે પણ ઘણા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ભારતમાં લગભગ 53 કરોડ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે.
તમારું WhatsApp એકાઉન્ટ આ રીતે સુરક્ષિત રાખો
- કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
- કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા બે વાર વિચારો. પછી જ આગળ વધો.
- ટેલીમાર્કેટિંગ અને સંલગ્ન માર્કેટિંગ માટે બલ્ક સંદેશાઓ મોકલશો નહીં. જો આ તમારું કામ છે તો બિઝનેસ એકાઉન્ટમાંથી મેસેજ કરો.
- કોઈને અશ્લીલ સામગ્રી મોકલશો નહીં.
આ પણ વાંચો:અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોની મોબાઈલ કંપની નોકિયા સાથે થઈ મોટી Deal
આ પણ વાંચો:ગૂગલમાં કોસ્ટ કટિંગના નામે આખી ટીમને દેખાડવામાં આવ્યો બહારનો રસ્તો
આ પણ વાંચો:ઉનાળામાં વીજળીનું બિલ અડધું થઈ જશે, ઘરેથી કાઢી નાખો આ 3 ડિવાઈસ, દર મહિને બચશે હજારો રૂપિયા
