Tech & Auto News : આજના સમયમાં સ્માર્ટફોન (Smartphone)આપણી રોજિંદી જીવનશૈલી (Daily lifestyle)નો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે. વીડિયો કોલિંગથી લઈને યાદગાર પળો કેપ્ચર કરવા સુધી આપણે સતત ફોનના કેમેરા પર નિર્ભર રહીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જાણ વગર પણ કોઈ અન્ય વ્યક્તિ તમારા કેમેરા પર નજર રાખી શકે છે? જો ફોનમાં કોઈ અજાણી થર્ડ પાર્ટી એપ કે સ્પાયવેર પ્રવેશ કરી જાય તો તે કેમેરાની પરમિશનનો દુરુપયોગ કરી શકે છે.
Smartphone : કેવી રીતે થાય છે ફોન કેમેરાનું હેકિંગ?
મોટાભાગે અજાણી વેબસાઈટ પરથી એપીકે (APK) ફાઈલો ડાઉનલોડ કરવાથી અથવા શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાથી ખતરનાક સોફ્ટવેર (Dangerous software)ફોનમાં ઘૂસી જાય છે. આ માલવેર યુઝરની જાણ બહાર કેમેરા અને માઇક્રોફોનની એક્સેસ મેળવી લે છે. તેથી કોઈપણ એપને કેમેરાની પરમિશન આપતા પહેલાં સો વાર વિચાર કરવો જરૂરી છે.
કેમેરા હેક થવા પર જોવા મળતા મુખ્ય લક્ષણો
અણધારી ગ્રીન ડોટ ઈન્ડિકેટર: તમે કેમેરા કે વીડિયો કોલ ચાલુ ન કર્યો હોય છતાં સ્ક્રીન પર સતત ગ્રીન લાઈટ/ડોટ દેખાવું તે કાઈક ગરબડ હોવાનો ઈશારો છે.
કેમેરા એરર મેસેજ: કેમેરા ઓપન કરતી વખતે ‘કેમેરાનો ઉપયોગ અન્ય એપ કરી રહી છે’ તેવો મેસેજ વારંવાર પોપ-અપ થવો.
ગેલેરીમાં અજાણ્યા ફોટો-વીડિયો: ફોનની ગેલેરીમાં તમારા દ્વારા ન પાડવામાં આવેલા અજાણ્યા ફોટો કે વીડિયો આપમેળે સેવ થયેલા મળવા.
ફોન ગરમ થવો અને બેટરી ડ્રેઈન: કોઈ ઉપયોગ વિના પણ સ્માર્ટફોન અસાધારણ રીતે ગરમ થવો અથવા બેટરી ઝડપથી ખાલી થઈ જવી, જે દર્શાવે છે કે બેકગ્રાઉન્ડમાં કેમેરા કે પ્રોસેસ ચાલુ છે.
સાયબર સિક્યોરિટી માર્ગદર્શિકા
તમારા ફોનના સેટિંગ્સ (Phone settings) માં જઈને ‘પ્રાઈવસી અને પરમિશન’ વિભાગમાં તપાસો કે કઈ એપ્સ પાસે કેમેરાની એક્સેસ છે. બિનજરૂરી કે શંકાસ્પદ એપ્સની પરમિશન તાત્કાલિક કેન્સલ કરો અથવા તેને ડિલીટ કરી દો. હંમેશા સત્તાવાર ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો અને ફોનની ઓપરેટિંગ સિસ્ટમ સમયસર અપડેટ કરતા રહો.
આ પણ વાંચો :જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી
આ પણ વાંચો :એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો
આ પણ વાંચો :એપલનો નવો ધમાકો; ટૂંક સમયમાં લોન્ચ થશે કેમેરાથી સજ્જ એરપોડ્સ
