નવી દિલ્હી,
ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawei દ્વારા Nova 3 અને Nova 3i નામના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરાયા છે. હુઆવે દ્વારા લોન્ચ કરવામાં આવેલા Nova 3ની કિંમત ૩૪,૩૯૯ રૂપિયા જયારે Nova 3iની કિંમત ૨૦,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે.
Nova 3માં ૬ GB રેમની સાથે ૧૨૮ GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જયારે Nova 3iમાં ૪ GB રેમ સાથે ૧૨૮ GB ઇન્ટરનલ મેમરી અપાઈ છે.

આ બંને સ્માર્ટફોનની પ્રી-બુકિંગ ગુરુવારથી શરુ થશે અને એમેઝોનની વેબસાઈટ પરથી તમે મેળવી શકો છો. કંપની દ્વારા આ સ્માર્ટફોન માટે કેટલીક ઓફર્સનું એલાન કર્યું છે, જેમાં એક્સચેન્જ ઓફરમાં જુનો સ્માર્ટફોન એક્સચેન્જ કરીને ૨૦૦૦ રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.
આ ઉપરાંત જિયો કેશબેક પણ મળશે અને ૧૦૦ GBનો એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવશે. જો કે Huawei Nova 3 સ્માર્ટફોનનું વેચાણ ૨૩ ઓગષ્ટથી શરુ થશે, જયારે Nova 3i ગ્રાહકોને ૭ ઓગષ્ટથી મળી શકશે.

આ સ્માર્ટફોનના ફિચર્સ :
Nova 3માં ફૂલ HD ડિસ્પ્લે છે જેમાં એક્સપેક્ટ રેશિયો ૧૯:૫:૯ છે અને HiSilicon Kirin 970 પ્રોસેસર પર ચાલે છે. આ સ્માર્ટફોન Android 8.1 Oreo પર આધારિત EMUI 8.2 ચાલે છે.
આ સ્માર્ટફોનના કેમેરાની વાત કરવામાં આવે તો, Huaweiના આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં એક કેમેરો ૧૬ મેગાપિક્સલનો છે, જેનું એપેચર f/1.8 છે. જયારે બીજો કેમેરો ૨૪ મેગાપિક્સલનો છે અને જેમાં ફેસ ડિટેકશન ઓટોફોકસ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સીન રિકોગ્નીશન અપાયું છે.
આ ઉપરાંત ફોટોગ્રાફી માટે વર્ટિકલ ડ્યુઅલ કેમેરા સેટઅપ અપાયું છે. જેમાં એક કેમેરો ૧૬ મેગાપિક્સેલ અને બીજો ૨ મેગાપિક્સેલ છે. સાથે સાથે આ સ્માર્ટફોનમાં 3,750 mAhની બેટરી આપવામાં આવી છે અને કનેક્ટિવિટી માટે 4G VoLTE, WiFi, બ્લુટૂથ અને USB Type C આપવામાં આવ્યું છે.
