india news/ 1 સપ્ટેમ્બરથી બદલાયા અનેક નિયમો: LPG e-KYCથી લઈને કાર અને ટેક્સી ભાડા સુધી, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે

Immigration Rules India: સપ્ટેમ્બર શરૂ થતાં જ બદલાયા આ નિયમો, જાણો શું મોંઘું અને શું સરળ થયું

Top Stories India
Immigration Rules

Immigration Rules India: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખર્ચ સાથે જોડાયેલા અનેક મહત્વના ફેરફારો સામે આવ્યા છે. LPG કનેક્શન માટે e-KYC, ટાટા મોટર્સની કારના ભાવ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ઇમિગ્રેશન પ્રક્રિયા, મુંબઈમાં દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે. જોકે ETF સંબંધિત નવા નિયમો અંગે પણ મહત્વનો અપડેટ આવ્યો છે.

LPG ગ્રાહકો માટે e-KYC મહત્વનું

LPG કનેક્શન માટે e-KYC કરાવવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 હતી. જે ગ્રાહકોએ સમયમર્યાદામાં e-KYC પૂર્ણ કર્યું નથી, તેમને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

LPG કનેક્શનની ઓળખ ચકાસણી માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા લાગુ કરવામાં આવી રહી છે. તેથી LPG ગ્રાહકોએ પોતાના કનેક્શનની KYC સ્થિતિ તપાસવી જરૂરી બની છે.

Tata Motorsની કાર ખરીદવી મોંઘી પડી શકે

જો તમે સપ્ટેમ્બરમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા બજેટમાં વધારો થઈ શકે છે. Tata Motors દ્વારા કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કંપનીના કેટલાક મોડલના ભાવમાં ₹25,000 સુધીનો વધારો થઈ શકે છે. આ ભાવવધારો પેટ્રોલ, ડીઝલ તેમજ ઇલેક્ટ્રિક કારને અસર કરી શકે છે. નવી કાર ખરીદતા પહેલાં કંપનીની અપડેટેડ પ્રાઇસ લિસ્ટ તપાસવી ફાયદાકારક રહેશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ઇમિગ્રેશન પ્રક્રિયા સરળ

1 સપ્ટેમ્બરથી ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર થયો છે.

હવે બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન સ્ટેમ્પની જરૂર નહીં રહે. મુસાફરો ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટેડ બોર્ડિંગ પાસનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ફેરફારથી એરપોર્ટ પર સમય બચવાની સાથે ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ડિજિટલ બનવાની શક્યતા છે.

મુંબઈમાં દૂધના ભાવ વધ્યા

સપ્ટેમ્બરની શરૂઆતમાં મુંબઈવાસીઓના દૂધના ખર્ચમાં પણ વધારો થયો છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દ્વારા જથ્થાબંધ દૂધના ભાવમાં પ્રતિ લિટર આશરે ₹9નો વધારો કરવામાં આવ્યો છે.

હાલ આ વધારો જથ્થાબંધ સ્તરે થયો છે, પરંતુ તેની અસર આગામી સમયમાં છૂટક દૂધના ભાવ પર પણ જોવા મળી શકે છે.

રિક્ષા અને ટેક્સી મુસાફરી પણ મોંઘી

મુંબઈમાં 1 સપ્ટેમ્બરથી ઓટો અને ટેક્સીના ભાડામાં પણ વધારો થયો છે.

રિક્ષાનું ભાડું: ₹1નો વધારો
ટેક્સીનું ભાડું: ₹2નો વધારો

આથી રોજ ઓટો અથવા ટેક્સીનો ઉપયોગ કરતા મુસાફરોના માસિક ટ્રાવેલ ખર્ચમાં વધારો થઈ શકે છે.

ITRની ડેડલાઈન ચૂકી ગયા? હવે શું થશે?

આવકવેરા રિટર્ન ભરનારા કરદાતાઓ માટે પણ 31 ઓગસ્ટ મહત્વની તારીખ હતી. વ્યવસાયો અને નોન-ઓડિટ કરદાતાઓ માટે આકારણી વર્ષ 2026-27 નું ITR ફાઇલ કરવાની નિયમિત અંતિમ તારીખ 31 ઓગસ્ટ હતી.

જો કોઈ કરદાતા સમયમર્યાદામાં ITR ફાઇલ કરી શક્યો નથી, તો હવે કલમ 139(4)હેઠળ લેટ ફી સાથે વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકાય છે.

ETFના નવા નિયમો 1 સપ્ટેમ્બરથી નહીં

ETF રોકાણકારો માટે પણ મહત્વનો અપડેટ છે. SEBI દ્વારા ETFના બેઝ પ્રાઇસ, સર્કિટ લિમિટ, પ્રી-ઓપન કોલ ઓક્શન અને ક્લોઝ-આઉટ સંબંધિત નવા નિયમો અગાઉ 1 સપ્ટેમ્બર, 2026થી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ 28 ઓગસ્ટના અપડેટ મુજબ આ નિયમોની અમલ તારીખ વધારીને 7 સપ્ટેમ્બર, 2026 કરવામાં આવી છે. એટલે ETF સંબંધિત નવા નિયમો 1 સપ્ટેમ્બરથી નહીં પરંતુ 7 સપ્ટેમ્બરથી લાગુ થશે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં સામાન્ય લોકો માટે શું બદલાયું?

LPG e-KYC, નવી કારના ભાવ, આંતરરાષ્ટ્રીય મુસાફરીની પ્રક્રિયા, દૂધ તથા મુંબઈના ઓટો-ટેક્સીના ભાડા અને ITR જેવી બાબતો સપ્ટેમ્બરની શરૂઆતમાં મહત્વની બની છે. બીજી તરફ ETF રોકાણકારોએ 1 સપ્ટેમ્બરના બદલે 7 સપ્ટેમ્બરની નવી તારીખ ધ્યાનમાં રાખવી પડશે.


આ પણ વાંચો: આજથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર; ક્રેડિટ કાર્ડથી લઈને GST નિયમો સુધી આ 8 ફેરફાર લાગુ

આ પણ વાંચો: 3 નવા ફોજદારી કાયદા, LPGના ભાવમાં ઘટાડો સહિત 6 મુદ્દે 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે નિયમો

આ પણ વાંચો: LPG સપ્લાય સંકટ બાદ સરકારનો મોટો નિર્ણય, 21 કંપનીઓને ઉત્પાદનનો લક્ષ્યાંક