Tech News/ ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત

જો ઉતાવળમાં UPI દ્વારા ભૂલથી ખોટા ખાતા કે નંબર પર પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તો ગભરાવાની જરૂર નથી. જાણો બેંક, NPCI અને RBI ના નિયમો મુજબ નાણાં પરત મેળવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

Tech & Auto
UPI Do not panic about incorrect payments

Tech & Auto News : આજના ડિજિટલ યુગમાં UPI દ્વારા પૈસાની લેવડદેવડ અત્યંત સરળ બની ગઈ છે. પરંતુ ઘણી વખત ઉતાવળમાં અથવા તો ખોટો નંબર ટાઈપ થઈ જવાના કારણે નાણાં અન્ય વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય (Wrong UPI Transfer) છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે ગભરાઈ જવાની જરૂર નથી. જો તમે સમયસર સાચા પગલાં લેશો તો તમારા ભૂલથી ટ્રાન્સફર થયેલા રૂપિયા સુરક્ષિત રીતે પરત (Money Recovery)મેળવી શકાય છે.

સમયસર ફરિયાદ નોંધાવવી સૌથી મહત્વપૂર્ણ

UPI પિન દાખલ કરીને કરાયેલું ટ્રાન્ઝેક્શન ગ્રાહક દ્વારા અધિકૃત ગણાય છે, તેથી બેંક તેને સીધી રીતે રદ કરી શકતી નથી. પૈસા પાછા મળવાનો સંપૂર્ણ આધાર તમે કેટલી ઝડપથી ફરિયાદ દાખલ કરો છો તેના પર રહેલો છે. ખોટું ટ્રાન્ઝેક્શન થાય ત્યારે સૌપ્રથમ તમારી બેંકિંગ એપ (Google Pay, PhonePe, Paytm કે BHIM) માં જઈને કમ્પ્લેન સેક્શનમાં ટ્રાન્ઝેક્શન ટ્રેક કરો અને ‘Raise Dispute’ નો વિકલ્પ પસંદ કરો.

પૈસા રિકવર કરવા માટે અપનાવો આ કાનૂની અને બેંકિંગ પ્રક્રિયા

એપમાં રિપોર્ટ કર્યા બાદ તરત જ તમારી હોમ બ્રાન્ચ અથવા બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો. બેંક અધિકારીઓને UPI ટ્રાન્ઝેક્શન આઈડી, તારીખ અને પેમેન્ટનો સ્ક્રીનશોટ સબમિટ કરો. તમારી બેંક સામેવાળી વ્યક્તિની બેંકનો સંપર્ક કરીને નાણાં પરત કરવા વિનંતી કરશે. જો બેંક કે એપ દ્વારા ઉકેલ ન આવે, તો તમે NPCI ની સત્તાવાર વેબસાઇટ (npci.org.in) ના ‘Dispute Redressal Mechanism’ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. 30 દિવસ સુધી સમસ્યા ન ઉકેલાય તો આરબીઆઈ (RBI) ની ઓમ્બડ્સમેન (લોકપાલ) યોજનાનો આશરો લઈ શકાય છે.


આ પણ વાંચો :એપલમાં મોટા નેતૃત્વ પરિવર્તન: ટિમ કૂક બાદ જોન ટર્નસે સંભાળી CEOની જવાબદારી

આ પણ વાંચો :સેમસંગે લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન Galaxy S26 FE; જાણો કિંમત, અને તમામ સ્પેસિફિકેશન્સ

આ પણ વાંચો :જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી