તાજેતરમાં જ એમેઝોનનાં સીઈઓ અને વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ ચર્ચામાં આવ્યા હતા. કારણ એ હતું કે તેમનો ફોન સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હેક કર્યો હતો. ધ ગાર્ડિયન દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ફોન હેકિંગ વોટ્સએપ પર મોકલેલા મેસેજ દ્વારા કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2018 માં મોહમ્મદ બિન સલમાને જેફ બેઝોસને એક વીડિયો સંદેશ મોકલ્યો હતો.

તે સમયે, બંનેની વોટ્સએપ પર વાતચીત ચાલી રહી હતા. તે દરમિયાન, બેઝોસને ફાઇલ મોકલવામાં આવી, જેમાં એક વીડિયો હતો. આ વીડિયોમાં અરબી ટેક્સ્ટ અને સ્વીડનનો ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે બેઝોસે આ વીડિયો ખોલ્યો ત્યારે તેનો સ્માર્ટફોન હેક થઈ ગયો હતો. તેના અંગત સંપર્ક હેક થઇ ગયા. અહેવાલમાં જણાવાયું છે કે હુમલાખોરોએ તેમના ઇમેઇલ્સ, ફોટા અને ડેટા પણ ચોરી કરી લીધા હતા.
આવું પહેલીવાર થઈ રહ્યું નથી, પહેલા પણ આવા ઘણા અહેવાલો આવી ચૂક્યા છે. આનાથી દુનિયાભરનાં વોટ્સએપ યુઝર્સની ગોપનીયતા સામે ખતરો ઉભો થયો છે. તો ચાલો જાણીએ કે તમે તમારા ફોનને કેવી રીતે હેક થવાથી બચાવી શકો છો. સૌ પ્રથમ, તમારે વોટ્સએપની સેટિંગ્સ પર જવું પડશે. તે પછી એકાઉન્ટ પર જાઓ અને પછી ટૂ સ્ટેપ્સ વેરિફિકેસન પર જાઓ અને ઇનેબલને ક્લિક કરો. આ પછી તમે 6 અંકનો પિન ક્રિએટ કરી શકો છો. જો તમે ક્યારેય બીજા ફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માંગતા હોવ, તો આ પિન તમારા માટે કામ કરશે.

આ પિન, વેરિફિકેશન કોડથી અલગ હોય છે, જે તમને લોગઇન સમયે SMS પર મળે છે. તમે પિન સેટ કર્યા પછી તમારી ઇમેઇલ આઈડી પણ દાખલ કરી શકો છો. જો ભવિષ્યમાં તમે આ પિન ભૂલી જાઓ છો, તો ઇમેઇલ આઈડીની મદદથી તમને ઇમેઇલ પર લિંક મળી જશે. પછી તમે આ પિનને ફરીથી સેટ પણ કરી શકો છો. આમ કરીને, હેકર તમારું વોટ્સએપ એકાઉન્ટ સેટ કરી શકશે નહીં કારણ કે તેની પાસે 6 અંકનો પિન નહીં હોય જેને તમે તમારા ફોનને સુરક્ષિત કરવા માટે સેટ કર્યો છે.

હવે પ્રશ્ન ઉભો એ થાય છે કે જો કોઈનું એકાઉન્ટ હેક થઈ જાય છે, તો તે તેના વિશે કેવી રીતે જાણશે. જો હેકિંગ થાય છે, તો જ્યારે તમે વોટ્સએપ ખોલો ત્યારે એક પોપ-અપ દેખાશે. જેના પર લખવામાં આવ્યુ હશે કે તમારો વોટ્સએપ કોઇ બીજા એકાઉન્ટમાં સ્થાનાંતરિત થઈ ગયો છે અને તેણે એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે ફરીથી ચકાસણી કરવી પડશે. જે એકદમ મુશ્કેલ પણ હોઈ શકે છે. ઉપરાંત, જો તમને કોઈ ઇમેઇલ મળે છે કે જે તમે ટૂ સ્ટેપ વેરિફિકેશનને દૂર કરવાની વિનંતી કરી છે (જે તમે નહોતી કરી), તો પછી તે લિંક પર ક્લિક ન કરો. આનો અર્થ એ છે કે કોઈ તમારા ફોનને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
