Tech and Auto/ ભારતીય કર્મચારીઓમાં AIનો ક્રેઝ! 96% કર્મચારીઓ કરે છે ઓફિસ કામમાં ઉપયોગ, એશિયા-પેસિફિકમાં ભારત નંબર-1

India AI Usage: બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના અહેવાલ મુજબ ભારતના 96% કર્મચારીઓ AI ટૂલ્સનો ઉપયોગ કરે છે, દર અઠવાડિયે સરેરાશ 15 કલાકની બચત

Breaking News Tech & Auto
India AI Usage

Tech And Auto: બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ના એક તાજા અહેવાલ મુજબ ભારતમાં 96% કર્મચારીઓ (India AI Usage)દરરોજ અથવા અઠવાડિયામાં 2થી 3 વખત AIનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે, જે એશિયા-પેસિફિકના 9 મુખ્ય દેશોમાં સૌથી વધુ છે. આ ઉપયોગથી તેમના દર અઠવાડિયે સરેરાશ 15 કલાક બચી રહ્યા છે. જોકે કંપનીઓમાં AIના ઉપયોગ માટે વ્યૂહાત્મક સ્પષ્ટતાનો અભાવ જોવા મળ્યો છે.

India AI Usage :એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતનો દબદબો

PTIના અહેવાલ મુજબ BCGએ પોતાના રિપોર્ટ ‘ફોર એશિયા-પેસિફિક, સ્ટ્રેટેજિક ક્લેરિટી ઇઝ ધ કી ટુ વેલ્યૂ’માં એશિયા-પેસિફિક (Asia Pacific) ક્ષેત્રના દેશોની તુલના કરી છે. સમગ્ર ક્ષેત્રમાં નિયમિતપણે AIનો ઉપયોગ કરનારા કર્મચારીઓની સરેરાશ 85% છે અને દર અઠવાડિયે સરેરાશ 9.4 કલાકની બચત થઈ રહી છે. તેની સરખામણીમાં ભારતીય કર્મચારીઓ (Indian Employees) 96% ઉપયોગ અને 15 કલાકની બચત સાથે ઘણા આગળ નીકળી ગયા છે.

બચેલા સમયનો વ્યૂહાત્મક ઉપયોગ

AIના ઉપયોગથી બચેલા સમયનો યોગ્ય ઉપયોગ કરવામાં પણ ભારત તમામ 9 દેશોમાં પ્રથમ ક્રમે છે. ભારતના 61% કર્મચારીઓએ જણાવ્યું છે કે તેઓ બચેલા સમયનો ઉપયોગ કંપનીના અન્ય મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક કામોમાં કરી રહ્યા છે. સમગ્ર ક્ષેત્રમાં આવો સદુપયોગ કરનારાઓની સરેરાશ માત્ર 44% છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં આ આંકડો 60% અને ચીનમાં માત્ર 37% છે.

ટ્રેનિંગ અને નિયમો બન્યા, પણ સ્પષ્ટતાનો અભાવ

ભારતીય કર્મચારીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ને લઈને જબરદસ્ત ઉત્સાહ છે, પરંતુ કંપનીઓના સ્તરે સુધારાની જરૂર હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. ભારતમાં 42% કર્મચારીઓનું માનવું છે કે તેમને AIનો બહેતર ઉપયોગ કરવા પૂરતી ટ્રેનિંગ મળી છે, જ્યારે 59% કર્મચારીઓએ જણાવ્યું કે ઓફિસોમાં માનવ અને AI સાથે મળીને કામ કરવા માટે સ્પષ્ટ નિયમો બનાવાયા છે.

વ્યૂહાત્મક સ્પષ્ટતાની કમી

રિપોર્ટમાં એક મોટા પડકાર તરફ ઈશારો કરાયો છે કે ભારતમાં માત્ર 38% કર્મચારીઓને જ સ્પષ્ટ જાણકારી છે કે તેમની કંપની AIના ઉપયોગથી ખરેખર શું હાંસલ કરવા માંગે છે અને તેમાં તેમની પોતાની ભૂમિકા શું છે. આ વ્યૂહાત્મક સ્પષ્ટતા (Strategic Clarity)ના અભાવને કારણે AIનો પૂરો લાભ મળી શકતો નથી.


આ પણ વાંચો: AI એજન્ટ્સ પણ હનીટ્રેપમાં ફસાયા! લાલચમાં તોડ્યા નિયમો, Anthropicએ 6 મોડલની લીધી કસોટી

આ પણ વાંચો: ચીનના AI શેરબજારમાં અચાનક ભૂકંપ, ત્રણ ઈન્ડેક્સના રોકાણકારોના રૂ. 158 લાખ કરોડ સ્વાહા!

આ પણ વાંચો: Gemini 4 Neon આવ્યું, કોડિંગથી રિસર્ચ સુધી બધું કરશે, ગૂગલના નવા AI મોડલની કિંમત અને ખાસિયતો જાણો